વેબ સીરીઝના ચાહકોને થઇ જશે બખા

  • January 01, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'પંચાયત 3' થી 'હીરા મંડી' સહીત અનેક સીરીઝ ધૂમ મચાવવા તૈયાર

આવનાર વર્ષમાં દરેક ક્ષેત્રની જેમ લોકો મનોરંજનની દુનિયા તરફ પણ અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે. વર્ષે 2024માં ઘણી વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે, જે ઘણા સમયથી ચર્ચામાં છે.'આશ્રમ 3' રિલીઝ થતાં જ મેકર્સે 'આશ્રમ 4'નું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. 

આ વર્ષે 'મિર્ઝાપુર 3' રીલીઝ થશે, જો કે રિલીઝ ડેટ હજુ બહાર પડી નથી.

આ વર્ષે થિયેટરમાં ઘણી ફિલ્મોએ ધૂમ મચાવી તો  ઓટીટી પર ઘણી વેબ સિરીઝે પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. 2023માં સાચી ઘટનાઓ પર આધારિત વેબ સિરીઝે લોકોને વ્યસ્ત રાખ્યા હતા. હવે આવનાર વર્ષમાં દરેક ક્ષેત્રની જેમ લોકો મનોરંજનની દુનિયા તરફ પણ અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે. વર્ષે 2024માં ઘણી વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે, જે ઘણા સમયથી ચર્ચામાં છે.


'ઈન્ડિયન પોલીસ ફોર્સ'

સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટીની કારકિર્દીની આ પહેલી વેબ સીરિઝ છે. આ કારણે પણ દર્શકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ શોમાં વિવેક ઓબેરોય પણ જોવા મળશે. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 19 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે.તેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેમાં સિદ્ધાર્થની એક્શનથી ભરપૂર સ્ટાઈલ જોવા મળી રહી છે.

'પંચાયત 3'

ગ્રામીણ પૃષ્ઠભૂમિ પર બનેલી આ વેબ સિરીઝના અગાઉના બે ભાગોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.'પંચાયત 2' સેક્રેટરી (જિતેન્દ્ર કુમાર) અને પિંકી વચ્ચે વધતી જતી નિકટતાએ ઘણા લોકોને આકર્ષ્યા. હવે દર્શકો આ લવ સ્ટોરીને તેના ત્રીજા ભાગમાં પૂર્ણ જોવા માંગે છે. તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વિડિયોએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. 2024માં તેની નવી સીઝન જોવી રસપ્રદ રહેશે.


'આશ્રમ 4'

એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ 'આશ્રમ' આ પાત્રમાં બોબીએ OTTમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. 'આશ્રમ 3' રિલીઝ થતાં જ મેકર્સે 'આશ્રમ 4'નું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. જાહેરાત કરી હતી.પ્રકાશ ઝાની આ સિરીઝ પણ વિવાદોમાં ઘેરાયેલી હતી.તેના અગાઉના ભાગોના રસપ્રદ કાવતરાએ દર્શકોને જકડી રાખ્યા હતા. 2024માં 'આશ્રમ 4' માટે રાહ જોઈ રહ્યા છે.  


'મિર્ઝાપુર 3'

'મિર્ઝાપુર' આ એક વેબ સિરીઝ છે જેમાં પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ શર્મા, વિક્રાંત મેસી જેવા સ્ટાર્સને OTT સ્ટાર્સ બનાવવામાં આવ્યા હતા. શોના છેલ્લા બે ભાગમાં, કાલિન ભૈયા અને ગુડ્ડુ પંજિત જેવા પાત્રોએ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. હવે આ વર્ષે તેની ત્રીજી સીઝનની રાહ જોવાઈ રહી છે. એમેઝોન પ્રાઇમ વિડિયોના આ શોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, પરંતુ તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.


'હીરા મંડી'

'હીરા મંડી' સંજય લીલા ભણસાલી દ્વારા OTTમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેમની ફિલ્મોની જેમ આ વેબ સિરીઝ પણ ભવ્ય સેટ, આકર્ષક પોશાક અને ગ્લેમરથી ભરપૂર હશે.આ વેબ સિરીઝમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, શર્મિન સેહગલ, રિચા ચઢ્ઢા અને સંજીદા શેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શોની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે જૂન પછી રિલીઝ થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application