રાજકોટ મહાપાલિકા દ્રારા આગામી પ્રજાસત્તાક પર્વ તા.૨૬–મી જાન્યુઆરીની ઉજવણી અંતર્ગત તા.૨૫ને ગુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન, ઓપન એર થીએટર રેસકોર્ષ ખાતે સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ અગ્રણી ઉધોગપતિ મનીષભાઈ માદેકાના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ મ્યુઝિકલ નાઈટમાં સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર શ્રીશાન વાડેકર, સહાયક કલાકાર નિપમા ડે (સારેગામા ફેઈમ) તથા મ્યુઝિશિયનોની ટીમ અને એન્કર તરીકે ભીમસિંઘ કોટલ વગેરે અવનવા ગીતો રજુ કરી શહેરીજનોને ડોલાવશે.
શ્રીશાન વાડેકર એક એવું નામ જે મેલોડીનો પર્યાય છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી પર્ફેામિંગ કલાકાર તરીકે લોકોના દિલો દિમાગને વશ કરી રહ્યા છે. ઔરંગાબાદમાં એક નમ્ર પરિવારમાં જન્મેલા અને ઉછરેલા શ્રીશાન એક ઉત્સુક ક્રિકેટર હતા. ઘણી કોલેજ અને જીલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં રમ્યા બાદ તેને આ રમત પસદં કરી હતી. ૧૬ વર્ષની ઉંમરે તેમણે હિન્દુસ્તાની કલાસિકલ વોકલ્સની તાલીમ લેવાનું શ કયુ યારે તેમને તેની અંદર રહેલા સાચા કલાકારનો અહેસાસ થયો. તેમણે તેના સાચા જુસ્સાનો પીછો કરવાનો અને એક ગાયક તરીકેની તેની કુશળતાને હાંસલ કરવાનો નિર્ણય કર્યેા. શ્રીશાને અભિજીત, અલ્કા યાજ્ઞિક, નેહા કક્કર અને ભૂપેન્દર સિંઘ જેવા અનેક અગ્રણી બોલિવૂડ પ્લેબેક સિંગર્સ સાથે પફોર્મન્સ આપ્યું છે.
કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો.માધવ દવે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો, અધિકારી–કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરની મ્યુઝિકપ્રેમી જનતા ઉપસ્થિત રહેશે. આ મ્યુઝિકલ નાઈટમાં ઉમટી પડવા શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરએ જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે.
કોન્સર્ટમાં શ્રીશાન વાડેકરના મધુર કંઠે ગવાયેલા સુપ્રસિધ્ધ ગીતો
– નાદાન પરીંદે..
– છૈયા છૈયા..
– દિલ સે રે..
– તેરી દીવાની..
– તડપ તડપ કે ઇસ દિલ સે..
– તુમ હી હો..
– એ દિલ હે મુશ્કિલ..
– તુ હી મેરી સબ હે..
– કેસરીયા....
– મેરે રશ્કે કમર...
– બચના એ હસીનો....
– તેરી મિટ્ટીમેં...
– ના જા કહી અબ ના જા...
– રાત અકેલી હે...
– જગ ઘુમીયા તેરે જેસા....
– બાહો મેં ચલે આઓ...
– તુમ આ ગયે હો...
– ઓમ શાંતિ ઓમ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech