પ્રખ્યાત ડીરેક્ટર સિદ્દીકીનું 63 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન

  • August 09, 2023 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





દક્ષિણ ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી એક પછી એક સેલેબ્સના મોતના સમાચાર આવી રહ્યા છે. કન્નડ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્નીના નિધનના સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. તે પહેલા મલયાલમ અભિનેતા કૈલાશ નાથનું નિધન થયું હતું. અને આજે પ્રખ્યાત દિગ્દર્શક સિદ્દીકનું નિધન થયું છે ત્યારે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને સોમવારે હાર્ટ એટેક આવ્યા બાદ કોચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું અને આજે મંગળવારે તેનું મોત નીપજ્યું હતું.




સિદ્દીકી ઈસ્માઈલના પાર્થિવ દેહને 9 ઓગસ્ટના રોજ સવારે 9 થી 11:30 સુધી કદવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવશે. બાદમાં તેને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે, જેથી લોકો શ્રદ્ધાંજલિ આપી શકે. આ પછી બુધવારે સાંજે 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.



સિદ્દીકીએ મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોનું પણ નિર્દેશન કર્યું છે. તેણે સલમાન ખાનના બોડીગાર્ડનું નિર્દેશન કર્યું હતું. આ સિવાય તેણે 'બિગ બ્રધર' પણ ડિરેક્ટ કરી હતી. સિદ્દીકીએ ફિલ્મ નિર્માતા ફાઝિલની મદદથી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હોવાનું કહેવાય છે.


સિદ્દીકીએ કોમેડી ફિલ્મ 'રામજી રાવ સ્પીકિંગ' (1989) થી તેની શરૂઆત કરી હતી. ફાઝીલે પોતે આમાં પૈસા રોક્યા હતા. આ પછી તેણે મલયાલમ ફિલ્મના ઈતિહાસમાં શ્રેણી શરૂ કરી. 'હરિહર નગર' (1990), 'ગોડફાધર' (1991), 'વિયેતનામ કોલોની' (1992), 'કાબુલીવાલા' (1993), અને 'હિટલર' (1996) જેવી હિટ ફિલ્મો કરી. તમને જણાવી દઈએ કે, સિદ્દીકી એક કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. તેણે 'માસ્ટરપીસ' અને 'ફાઇવ સ્ટાર હોસ્પિટલ' જેવી ફિલ્મોમાં અદભૂત અભિનય કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application