કન્નડ ફિલ્મોના મશહુર અભિનેતા દ્વારકિશનું હાર્ટ એટેકથી નિધન

  • April 17, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેતાએ 100થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા


 મશહુર અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના નિધનના સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મોના મશહુર અભિનેતા બંગલ શામા રાવ દ્રારકાનાથનું 81 વર્ષની વયે નિધન થયું છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પાત્ર માટે ઘર ઘરમાં લોકપ્રિય છે.તેઓ દ્વારકિશ તરીકે પણ જાણીતા હતા. મંગળવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


100થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે અંદાજે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને અંદાજે 50 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. મૈસુર જિલ્લાના હુનસુરમાં જન્મેલા દ્રારકિશ ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ માટે મશહુર હતા. પોતાની એક્ટિંગથી દરેક ઘરમાં ફેમસ હતા.


તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. દ્રારકિશએ 1966માં થુંગા પિકચર્સના બેનર હેઠળ મમથેયા બંધનનું સહ-નિર્માણ કરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરુઆત કરી હતી. તેમણે પોતાની ફિલ્મ મેયર મુથન્નાથી એક નિર્માતાના રુપમાં મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મમાં કન્નડ મૈટિની આઈડલ ડો. રાજકુમાર અને ભારતી મુખ્ય ભુમિકાઓમાં હતા.


નેતાઓ આપી રહ્યા છે શ્રદ્ધાજંલિ

તેના નિધન પર અનેક રાજનેતાઓ તેમને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કહ્યું કે દ્વારકિશ કોમેડિયન, હીરો અને સપોર્ટિંગ એક્ટર તરીકે પાત્રોમાં નાંખી દેતા હતા. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, તે માત્ર એક કલાકારના રુપમાં, એક નિર્માતા અને એક નિર્દેશકના રુપમાં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધણું યોગદાન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને શિકારીપુરાના ધારાસભ્ય બી વાઈ વિજયેન્દ્ર અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્બેઈએ પણ તેના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application