ચાવડીગેઈટમાં ખોટો રોફ છાંટતો નકલી પોલીસ અસલી પોલીસની ઝપટે ચડ્યો

  • September 09, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં ધાર્મીક તહેવારને લઈ યુવાનો લાઈટ ડેકોરેશન કરી રહ્યા હતા. ત્યારે બોલેરો કારમાં ત્રણ શખસે આવી એક નશાની હાલતમાં રહેલા શખસે "તમે કોને પુછીને લાઈટ ડેકોરેશન કરો છો. હુ પોલીસ છુ", બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવુ છું આ બંધ કરો તેમ કરી આગળ નિકળી ગયા હતા. દરમિયાન અસલી પોલીસ આવી જતા નકલી પોલીસ સાથે રહેલા બે શખસ નાસી છુટયા હતા. જ્યારે પોલીસે પોલીસના સ્વાંગમાં રહેલા શખસને ઝડપી પાડયો હતો.
 શહેરના વડવા વરતેજી ફળી, અલકા રોડ પર રહેતા શાહરૂખભાઈ હનીક્ભાઈ સૈયદે નિલમબાગ પોલીસ મથકમાં મયુરસિંહ હંસરાજસિંહ જાડેજા (રે. મિલેટ્રી સોસાયટી) અને અન્ય શક્તિસિંહ, જયજીતસિંહ સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ તેમજ તેના મિત્રો ઈદ એ મિલાદ સંદર્ભે વડવા નેરા વિસ્તારના ચાવડીગેટથી અલકા સીનેમાં રોડ ઉપર લાઈટ ડેકોરેશન કરી રહ્યા હતા. તે વેળાએ ઉક્ત શખસોએ બોલેરો નંબર જીજે. ૦૩. બીઝેડ- ૩૬૧૨માં આવી મયુરસિંહ કેફી પીણુ પીધેલી હાલતમાં જોર જોરથી "હુ પોલીસ કર્મચારી છુ. અને બોરતળાવ પોલીસ મથકમાં ફરજ બજાવું છુ તમે કોને પુછીને લાઈટ ડેકોરેશન કરો છો", તમારુ કામ બંધ કરો તેમ કહી અપશબ્દો આપતા તેઓને શંકા જતા અને લોકો ભેગા થઈ જતા શખસો બોલેરો લઈ વડવા નેરા ચબુતરા તરફ જતા રહ્યા હતા. દરમિયાન પોલીસ આવી જતા શક્તિસિંહ અને જયજીતસિંહ નાસી છુટયા હતા. જ્યારે મયુરસિંહ હંસરાજસિંહ જાડેજાને ઝડપી લીધી હતો. ઉક્ત ફરિયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે ત્રણેય શખસ સામે મોટર વાહન અધિનિયમ ૧૮૫, પ્રોહિ. એક્ટ ૬૬(૧) (બી), બીએનએસ ૩૫૨, ૨૦૪, ૫૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application