૬.૮૦ લાખ મોબાઈલ કનેકશન નકલી ૬૦ દિવસમાં રિવેરિફિકેશન કરો: ડોટ

  • May 24, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટેલિકોમ વિભાગે ટેલિકોમ ઓપરેટરોને અમાન્ય, અસ્તિત્વમાં ન હોય તેવા અથવા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવેલા શંકાસ્પદ ૬ લાખથી વધુ મોબાઈલ કનેકશનની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું ટેલિકોમ વિભાગે ટેલિકોમ ઓપરેટરોને ૬૦ દિવસની અંદર ઓળખાયેલા મોબાઈલ નંબરનું રીવેરિફિકેશન કરવા માટે પણ સૂચન કયુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડોટએ લગભગ ૬.૮૦ લાખ મોબાઈલ કનેકશનની ઓળખ કરી છે જે અમાન્ય, અસ્તિત્વમાં નથી અથવા નકલી અને બનાવટી પ્રૂફ આફ આઈડેન્ટિટી અને પ્રૂફ આફ એડ્રેસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હોવાની શંકા છે.
એડવાન્સ્ડ એઆઇ–બેઈઝડ એનાલિસિસ પછી લગભગ ૬.૮૦ લાખ મોબાઇલ કનેકશન્સ શંકાસ્પદ જણાયા છે.
ડોટએ આ ઓળખાયેલા મોબાઈલ નંબરોનું તાત્કાલિક રીવેરિફિકેશન હાથ ધરવા ટીએસપીને નિર્દેશો જારી કર્યા છે. તમામ ટીએસપીને ૬૦ દિવસની અંદર લેગ કરેલા કનેકશનનું રીવેરિફિકેશન કરવુ ફરજિયાત છે. રીવેરિફિકેશન પૂર્ણ કરવામાં ફેલ થનાર મોબાઇલ નંબરોના કનેકશન રદ કરી નાખવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે, એપ્રિલમાં, ડોટએ રીવેરિફિકેશન માટે ૧૦,૮૩૪ શંકાસ્પદ મોબાઇલ નંબરોને લેગ કર્યા હતા. તેમાંથી ૮,૨૭૨ મોબાઇલ જોડાણો રીવેરિફિકેશનમાં નિષ્ફળ જતાં ડિસ્કનેકટ કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application