અમરેલી બસ સ્ટેન્ડ નજીકથી ગઈકાલે ગુજરાત પોલીસનો લોગો સાથેનો ખાખી યુનિફોર્મપહેરી પોતાને હેડ કોન્સ્ટેબલ તરીકે ઓળખાવી રોફ જમાવતા નકલી પોલીસના વધુ બે કારનામા પોલીસ તપાસમાં ખુલ્યા છે, એટલું જ નહીં નકલી પોલીસે અસલી પોલીસને પણ ઉઠા ભણાવી પોતાનું નામ અને સરનામું ઉમેશ વસાવા હોવાનું જણાવ્યું હતું પરંતુ સાચું નામ કિરણ ઈંદ્રાશભાઈ ઠાકરે અને મૂળ મહારાષ્ટ્ર્ર અને હાલ સુરતમાં રહેતો હોવાનું તથ્ય ખુલ્યું હતું. આ ઉપરાંત નકલી પોલીસ બની બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષા ચાલકને ડિટેઇન કરવાના નામે ૧૦૦૦ માગી ૫૦૦માં પતાવટ કરી હતી જયારે એસ.ટી.બસમાં મુસાફરી કરતા વિધાર્થીઓને પોતે અમરેલી પોલીસમાં હોવાનું કહી બહેનને પૈસાની જર છે કહી પછી પરત આપી દઈશ કહી .૪૦૦૦ની પડાવી લીધા હોવાનું પોલીસની વિશેસ તપાસમાં સામે આવ્યું છે.ગુજરાતમાં ખાધચીજો હોઈ કે સરકારી ઓફિસ કે સરકારી અધિકારી એનાથી આગળ જઈએ તો નકલી કોર્ટ અને નકલી જજ બધું જ નકલી નકલી નકલી જ સામે આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે અમરેલી એલસીબીની ટીમે પૂર્વ બાતમીના આધારે બસ સ્ટેન્ડ નજીક પોલીસ યુનિફોર્મમાં આંટા ફેરા કરી પોતાને હેડ કોન્સ્ટબેલ ગણાવી રોફ જમાવતા ઉમેશ વસાવા નામના નકલી પોલીસને ઝડપી લઇ અમરેલી સીટી પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ માટે સોંપ્યો હતો. એલસીબીએ શખ્સને પકડો ત્યારે પોતાનું નામ ઉમેશ રાહત્પલભાઈ વસાવા (ઉ.વ.૩૧–રહે–મૂળ ચિત્તપુર,જી.તાપી, હાલ રહે વ્યારા)નો હોવાનું જણાવ્યું હતું. પરંતુ અમરેલી સીટી પોલીસની વિશેષ તપાસમાં પોતાનું સાચું નામ કિરણ ઇન્દ્રાશ ઠાકરે (મૂળ મહારાષ્ટ્ર્ર અને હાલ સુરતના પલસાણામાં તુલસી હોટેલ પાસે છ માળની બિલ્ડીંગ)માં રહેતો હોવાનું ખુલ્યું હતું. શખસે અન્ય જિલ્લામાં પણ પોલીસ બનીને કોઈ સાથે છેતરપીંડી આચરી છે કે કેમ તેમજ અન્ય કયાં ગુનાઓ નોધાયા છે તે દિશામાં આગળની તપાસ સીટી પોલીસ મથકના એએસઆઈ સુનિલભાઈ પટેલ ચલાવી રહ્યા છે
રિક્ષા ચાલકને ડિટેઇન કરવાનું કહી પતાવટ માટે રૂા.૧૦૦૦ માગી ૫૦૦ લઇ લીધા
એલસીબીએ ગઈકાલે નકલી પોલીસ બનીને ફરતા શખ્સને ઝડપી લીધો હોવાના સમાચાર તસવીર સહ અખબારમાં પ્રસિધ્ધ થતા અમરેલીમાં રહી રિક્ષા હંકારતા રાકેશગીરી રસિકજતી ગોસાઈને ધ્યાને આવતા ચાલક પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, હત્પં બસ સ્ટેન્ડ પાસે રિક્ષાના ફેરા માટે ઉભો હતો ત્યારે આ વ્યકિત પોલીસના યુનિફોર્મમાં આવ્યો હતો અને તારી રિક્ષા ટ્રાફિકને અડચણ પ છે તેમ કહી લાયસન્સ અને કાગળો માગી ડિટેઇન કરવી પડશે તેમ કહેતા મેં આજીજી કરી હતી આથી તેણે કહ્યું હતું કે, તારે છૂટવું હોઈ તો .૧૦૦૦ આપવા પડશે પરંતુ મારી પાસે .૫૦૦ જ ખિસ્સામાં હોવાથી તેને પતાવટ કરી હતી.અને એવું પણ શેખી મારી હતી કે, હત્પં અહીં જ નોકરી કં છું, જો કોઈને કહીશ તો તને ગોતીને રિક્ષા પુરી દઈશ. પોલીસે રિક્ષા ચાલકની ફરિયાદ પરથી નકલી પોલીસ સામે વધુ એક ગુનો નોંધ્યો છે.
મારી બહેનને પૈસાની તાત્કાલિક જરૂર છે કહી, છાત્રોને છેતરી ૪ હજાર પડાવ્યા
નકલી પોલીસ કિરણના છેતરપીંડીના કિરણો કયાં કયાં સુધી ફેલાયા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. નકલી પોલીસ અંગેના સમાચાર ફરતા થતા કેટલાક વિધાર્થીઓઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ શખ્સ સેલવાસ–સાવરકુંડલાની બસમાં અમારી સાથે હતો અને અમને કહ્યું હતું કે, હત્પં અમરેલી પોલીસમાં છું, મારે બહેનને તાત્કાલિક પૈસાની જર છે, હાલ મારી પાસે નથી તમે મને રોકડા ૪૦૦૦ આપો હત્પં અમરેલી જઈને તમને પરત આપી દઈશ આથી વિધાર્થીઓએ પોલીસનો યુનિફોર્મ જોઈ વિશ્વાસમાં આવી જઈ .૨૫૦૦ આપ્યા હતા. આમ વિધાર્થીઓ સાથે પણ પોલીસના નામે છેતરપીંડી કરતા અમરેલી સીટી પોલીસના એસએસઆઈ સુનિલ પટેલ ખુદ ફરિયાદી બની શખ્સ સામે બીજો ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech