નકલી આઈપીએસ, નકલી ટોલનાકુ, નકલી કચેરી બાદ નકલી કોર્ટ અને નકલી જજનો પદર્ફિાશ થયો છે. જેમાં નકલી કોર્ટ કચેરીે ઉભી કરી અબજો રૂપિયાની સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આરબિટ્રેશન ઉભુ કરીને જજ તરીકે હુકમો કરવામાં આવતા હતા. આ મામલે કોર્ટમાં થયેલ દીવાની દરખાસ્તથી આખાય મામલે ઘટસ્ફોટ થયો હતો.મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને પાલડીની જમીનમા ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયા બાદ આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ તબિબિ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપાઈ છે,ત્યારે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે દવારા નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સીપીયુ સહિતના સાધનો જપ્ત કરવા આદેશ કર્યો છે.
આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બોગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ પણ કરી નાંખ્યો. આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયો, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો હતો.
આ કેસમાં સિટી સિવિલ કોર્ટ, ભદ્રના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને નકલી લવાદી બનીને વાંધાવાળી જમીનોના ઓર્ડર કયર્િ હતા, જેની તપાસ કરવામાં આવતા સિટી સિવિલ કોર્ટ સામે જ તેનો ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કયર્િ હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો એવોર્ડ કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દશર્વિવામાં આવ્યા હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સમંતીથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 342, 144 સહિતના ગુનો દાખલ કરાયો હતો.નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનને 11થી વધુ મિલકતો આ રીતે ખોટા આદેશ કરી આપી દીધી છે. આ તમામ 11 મિલકતોનું એવોર્ડ કરાવવા કોર્ટમાં દિવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેથી આ તમામ આદેશ બોગસ હોવાનું સામે આવ્યું છે. જેમ પાલડીની મિલકત મામલે કોર્ટે ફરિયાદ નોંધવા આદેશ કર્યો, તેમ આ તમામ કરોડોની મિલકતમાં ફરિયાદ નોંધવા આદેશ થવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech