ફેક કોલ લેટર કાંડ: લેડી કોલર, વચેટિયા પકડાયા, સૂત્રધાર બેલડી હાથમાં આવ્યે મૂળિયા ખુલ્યા

  • August 25, 2023 02:42 PM 


પોલીસ ડિપાર્ટમેન્ટમાં લોકરક્ષક તરીકેની ભરતીના બોગસ કોલ લેટર કાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચે એક યુવતી સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે જેમના આજે રિમાન્ડ મગાણશે. સૂત્રધાર બેલડી હજી સુધી પોલીસના હાથમાં આવી નથી. બન્ને પકડાયા બાદ નકલી નિમણૂક પત્ર કૌભાંડ કેવળુ અને મૂળિયા કેટલાં ઉંડા છે કેટલાને આવા નકલી નિમણૂક પત્રો વેચ્યા સહિતની બાબતો ખુળશેનો પોલીસને આશાવાદ છે. રિમાન્ડ પર રહેલી ત્રિપુટી ઉપરાંત ગઈકાલે પકડાયેલી લેડી કોલર સહિતના ચાર વચેટિયાઓ તપાસ અર્થે આજે રિમાન્ડ માટે અદાલતમાં રજુ કરાશે.
એલઆરડીના બોગસ કોલ લેટર આધારે જસદણના શિવરાજપુનો પ્રદિપ ભરત મકવાણા રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં રજૂ થવા આવતા કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. પ્રદિપ ઉપરાંત તેના પિતા ભરત પ્રદિપને બોગસ કોલ લેટરની ગોઠવણ કરી આપનાર પ્રદિપના માસા દલાલ જેવા જસદણના બરવાળાના ભાવેશ ગોબર ચાવડા, ભાવેશના ભાઈ બાલાની ધરપકડ કરી ત્રણેયના સાત દિવસના રિમાન્ડ મેળવાયા છે. ત્રિપુટીની પૂછતાછ તપાસમાં પ્રદિપને ચોટીલાના કુંઢલા ગામની સીમા સવશી સાકરિયાએ પોતે એલઆરડી ભવન ગાંધીનગરથી બોલે છે કહી રાજકોટ પોલીસમાં હાજર થવા કોલ કર્યેા હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમે લેડી કોલર સીમાને ઉઠાવી લીધી હતી સીમાને તેના ભાઈ સાગરે લીસ્ટ આપ્યું અને કોલ કરવાનું કહ્યું હતું સાગરને પણ પકડી લેવાયો હતો. આ ઉપરાંત સાગરના સંપકમાં રહેલા બે એજન્ટ ધીરૂ ગોવિંદ ખોરાણી તથા રમેશ દેવશી ઓડકિયાને પણ દબોચી લઈ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.પરમાર તથા ટીમે ધરપકડ કરી હતી. ચારેય આરોપીમાં કોનો શું રોલ હતો? કોને કેટલા રૂપિયા મળ્યા? કેટલા બોગસ કોલ લેટર વેચ્યા સહિતના મુદે આજે ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
કોલ કરીને મુરગાઓને હાજર થવા મોકલતી સીમાને ક્રાઈમ બ્રાંચના પગથિયા ચડતા બ્લડ પ્રેશર વધી જવા કે આવી રીતે તબિયત લથડતા પોલીસ માટે પણ તપાસમાં, પૂછતાછમાં બ્રેક આવી છે. બોગસ કોલ લેટર કાંડમાં એક પછી એક કરી વાયા વાયા ઓળખીતા કે સંબંધીઓની ચેનલ થઈ કે નોકરીની લાલચે આવા મુરગાઓ ફસાયા હતા. સીમા અને અન્ય આરોપીના મોબાઈલમાંથી પણ ૧૫થી વધુ બોગસ કોલ લેટર નીકળ્યા હોવાથી અને અંદાજે ૩૦થી વધુ બોગસ લેટર બન્યા હોવાનો હાલના તબક્કે પોલીસને અંદાજ છે જેને આવા નકલી નિમણૂક પત્રો બનાવ્યા તેઓની ધરપકડ નિિત જેવી બનશે.
કૌભાંડમાં હાલ સૂત્રધાર તરીકે પોલીસને સુરેન્દ્રનગરના સાવલાના ઉમાપર ગામનો દેવરાજ ઉર્ફે દેવો જગાભાઈ ગાબુ તથા ચોટીલાના ગઢસીરવાણિયાનો હિતેષ રાણા હુમાદિયા દેખાઈ રહ્યા છે. સૂત્રધાર બેલડીની શોધખોળ હાથ ધરાઈ છે. દેવરાજ હાથમાં આવ્યે બોગસ લેટર બનાવવા માટેનો ખરો પત્ર કે નકલ કયાંથી મળ્યા? કેવી રીતે નકલી પત્રો બનાવ્યા? આવા પત્રો બનાવવામાં અન્ય કોઈ માસ્ટર માઈન્ડ છે કે કેમ? ૨૫, ૩૦ લેટર બનાવ્યા છે કે વધુ? આ લેટર કોને–કોને આપ્યા સહિતની વિગતો બહાર આવવાની પોલીસને આશા છે. કોણ લેટર કૌભાંડ ટોળકીને પ્રથમ ગ્રાસે મક્ષીકાની માફક પહેલો શખસ જ હાજર થવા રાજકોટ આવ્યોને કૌભાંડનો પર્દાફાશ થયો. જો પહેલો શખસ હાજર થવામાં સફળ થયો હોત તો અન્યોને પણ આવી રીતે ઘૂસાડી દેવાનો કારસો હતો. હેવરાજે ૮૦ લાખની વધુ રકમ લેટર વેચીને ખંખેર્યાનું પોલીસને જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application