સુત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે મહારાષ્ટ્ર્રમાં, એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. આવતીકાલે માત્ર ત્રણ અગ્રણી નેતાઓ શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે યારે એકનાથ શિંદે અને અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. ત્રણેય નેતાઓનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે, યાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈ પોલીસના અઢી હજાર જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય ટાસ્ક ફોર્સ, સશક્ર પોલીસ ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ પહેલા ગઈકાલે મહારાષ્ટ્ર્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે ટિન ચેકઅપ માટે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા માટે હોસ્પિટલથી રવાના થતા પહેલા એકનાથ શિંદેએ કહ્યું કે હત્પં તપાસ માટે આવ્યો છું. મારી તબિયત ઠીક છે. હોસ્પિટલના એક ડોકટરે જણાવ્યું કે શિંદેને ગળામાં તકલીફ થઈ રહી હતી. ડોકટરે કહ્યું, મુખ્યમંત્રીને તાવ અને ઈન્ફેકશન હતું, જેના કારણે તેઓ બીમાર પડી ગયા હતા. સાવચેતીના ભાગપે તેમનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું હતું. શિંદેના હોસ્પિટલમાંથી પરત ફર્યાના થોડા કલાકો બાદ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગયા અઠવાડિયે દિલ્હીમાં ભાજપની ટોચની નેતાગીરીને મળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ સામ–સામે મુલાકાત હતી. શિંદેની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનનો એક ભાગ છે. શિંદે ગયા શુક્રવારે સતારા જિલ્લામાં તેમના ગામ ડેરે ગયા હતા, ત્યારબાદ એવી અટકળો શ થઈ હતી કે તેઓ નવી સરકાર બનાવવાની મહાયુતિ કવાયતથી નારાજ છે, પરંતુ તેમના સહયોગીઓએ કહ્યું કે શિંદેની તબિયત સારી નથી. ૨૦ નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિની જંગી જીત બાદ મહારાષ્ટ્ર્રની નવી સરકાર ૫ ડિસેમ્બરે શપથ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech