શહેરના સંત કબીર રોડ પર ગોકુલ શેડમાં આવેલા ચાંદી કામના કારખાનામાંથી રૂ.1.90 લાખના સામાનની ચોરી થઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં થોરાળા પોલીસને સફળતા સાપડી છે. પોલીસે આ ચોરીમાં તસ્કર ટોળકીના બે શખસોને ઝડપી લીધા હતાં. જ્યારે ચોરીમાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીઓની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 7.90 લાખનો મુદ્દામાલ કર્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં સનેશ્વર સોસાયટીમાં રહેતા દિનેશ છગનભાઈ ગઢવી(ઉ.વ 40) દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, સંત કબીર રોડ પર નાલા પાસે આંબાવાડી મેઇન રોડ નજીક ગોકુળ શેડ ભાડે રાખી અને કારખાનું ચલાવે છે. ગત તા. 12/ 4/ 2024 ના રાત્રિના કારખાનું બંધ કયર્િ બાદ બીજા દિવસે અહીં કારખાને આવતા કારખાનામાંથી 5 કીલો 700 ગ્રામની ચાંદી, 1 કિલો 400 ગ્રામનો ચાંદીનો તૈયાર કાસ્ટિંગનો માલ 600 ગ્રામ પિત્તળની બંગડીનો ડેમોના ચાર બોક્સ સહિત કુલ 1.90 લાખની મત્તા ચોરી થઈ ગઈ પણ માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઈ થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.જી.રાઠોડની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ.ભરતસિંહ પરમાર, ભરતભાઈ ડાભી અને કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં આરોપી કરણ રમેશભાઈ ઉધેજા(ઉ.વ 18 રહે. ચુનારાવાડ) અને સતીશ જયસુખભાઈ ડોડીયા (ઉ.વ 22 રહે કનકનગર દૂધની ડેરી પાછળ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલો સામાન અને બલેનો કાર સહિત કુલ 7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બંને આરોપીઓની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા જેમાં ભાવેશ સુરેશભાઈ પરિયા, કિશન કરમસી સુરેલા, કમલેશ ઉર્ફે કૈલો દોલુભાઇ મોરી અને અબ્દુલ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMજામનગરના બર્ધનચોકમા તંત્રની ફરી કાર્યવાહી, ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દુર કરાયા
January 23, 2025 06:09 PMધ્રોલ પંથકમા થયેલી વીજતારની ચોરીમાં બે ઝડપાયા
January 23, 2025 05:57 PMટ્રમ્પના બર્થરાઇટ સિટીઝનશિપમાં ફેરફાર કરવાના નિર્ણયથી ભારતીય મહિલાઓ સમય પહેલા બાળકોને જન્મ દેવા આતુર
January 23, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech