ગુણવત્તા પર પ્રશ્નો ઉઠતાં એફએસએસએઆઈએ મસાલા પરીક્ષણ માટે નવી પદ્ધતિ અમલી કરી

  • May 15, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મસાલા બોર્ડે તાજેતરમાં નિકાસકારોને ભારતમાંથી આયાત કરવામાં આવતા ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક કેમિકલ ઇથિલિન ઓકસાઇડનો ઉપયોગ રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. ભારતના સ્વાદિષ્ટ્ર ખાધપદાર્થેા, જે તેમના સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે, તેમાં વપરાતા મસાલાઓને કારણે તેમને ખાસ બનાવે છે. પરંતુ ભારતના પ્રખ્યાત મસાલા છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં છે. વાસ્તવમાં, ભારતની બે અગ્રણી મસાલા બ્રાન્ડસ એમડીએચ અને એવરેસ્ટ સ્પાઈસિસની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.આથી એફએસએસએઆઈએ મસાલા પરીક્ષણની નવી પદ્ધતિ અમલમાં મૂકી છે

ભારતીય મસાલા વિશ્ર્વભરમાં ચર્ચાનો વિષય કેમ બન્યા?
હોંગકોંગે આ બે મસાલા બ્રાન્ડના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબધં મૂકયો છે. આ ઉત્પાદનોમાં એમડીએચ મદ્રાસ કરી પાવડર, એમડીએચ સાંબર મસાલા મિકસ પાવડર,એમડીએચ કરી મિકસ મસાલા પાવડર અને એવરેસ્ટ ફિશ કરી મસાલા પાવડરનો સમાવેશ થાય છે. આ પહેલા સિંગાપોરે પણ આ ઉત્પાદનો પર પ્રતિબધં મૂકયો છે. આ પ્રતિબધં એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે આ મસાલાઓમાં મોટી માત્રામાં ઇથિલિન ઓકસાઈડ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને કેન્સરનું જોખમ વધારી શકે છે.


કેમિકલ ઇથિલિન ઓકસાઇડ શોધવા માટે નવી પદ્ધતિ શોધાઈ

કોઈપણ ખાધ પદાર્થમાં ઈથિલિન ઓકસાઈડ શોધવા માટે એક નવી પદ્ધતિની શોધ કરવામાં આવી છે, તેની ચોકસાઈ પણ પહેલા કરતા વધુ હશે. એફએસએસએઆઈની સાયન્ટિફિક પેનલે ઇથિલિન ઓકસાઇડ શોધવા માટે એક નવી વિશ્લેષણાત્મક પદ્ધતિ તૈયાર કરી છે.

મસાલાના પરીક્ષણની નવી પદ્ધતિ કેટલી અસરકારક
આ પદ્ધતિથી, કોઈપણ પ્રયોગશાળામાં કોઈપણ ખાધ પદાર્થમાં ઉચ્ચ ચોકસાઈ સાથે ઈથિલિન ઓકસાઈડની હાજરી શોધી શકાય છે. આનો ઉપયોગ આયાત, નિકાસ અથવા સ્થાનિક વસ્તુઓમાં ઈથિલિન ઓકસાઈડની હાજરી શોધવા માટે કરાશે. આ પદ્ધતિમાં ત્રણ પ્રક્રિયાઓ છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News