જુનાગઢ પોલીસ દ્રારા લુખ્ખાગીરી, હત્યા મારામારી લૂંટ અને જુગારધારા સહિતની અનેક બાબતોમાં પોલીસ ચોપડે ચડેલી ગેંગ સામે કડક કાર્યવાહી કરી છે. એલસીબી દ્રારા જુનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લ ામાં દસ વર્ષ દરમિયાન અનેકવિધ ગુન્હાઓ આચરનાર ગેંગ સામે ગુજસીટોક ની કલમ દાખલ કરી કડક કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્રારા તમામ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે . ઓર્ગેનાઇડ ગેંગ દ્રારા જુનાગઢ જિલ્લ ામાં જ ૨૦ થી વધુ ગુન્હાઓમા સંડોવાયેલા છે આ ઉપરાંત પણ વધુ ગુનાઓ હોવાનું એલસીબી પી.આઈ પટેલે જણાવ્યું હતું
આ અંગે પ્રા વિગત મુજબ એલસીબી પીઆઇ પટેલ દ્રારા કરેલી કાર્યવાહીમાં જૂનાગઢના સલમાન ઉર્ફે સલિયો સલીમ તૈયબ રહે રામદેવ પરા, નાઝીમ હબીબ સોઢા રહે સાંગોદરા તાલાળા, સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો દિન મહમદ બલોચ રહે દોલતપરા, અજીત ઉર્ફે મંત્રી આમદનરેજા રહે રામદેવપરા, અહમદ હત્પસેન નારેજા રહે રામદેવપરા, અમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઈ નારેજા રહે રામદેવપરા, અસલમ ઉર્ફે છમિયો ઓસમાણ સીડા રહે રામદેવપરા, જુસબ ઉર્ફે કારિયો તૈયબ વિશળ રહે રામદેવપરા અને સાજીદ ઉર્ફે પાડો તૈયબભાઈ વિશળ રહે દોલતપરા એમ નવ શખ્સો દ્રારા દસ વર્ષ દરમિયાન જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ ત્રણ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓર્ગેનાઇઝ ઉભી કરી હત્યા, હત્યાની કોશિશ, ખંડણી, લૂંટ, અપહરણ, હથિયાર ધારા, મારામારી, ખાનગી મિલકતને નુકસાન, મારી નાખવાની ધમકી જુગારધારા અને પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણી હોવાથી એલસીબી પીઆઇ પટેલે ઇસમો સામે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરી હતી અને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્રારા તમામ નવ ઈસમો સામે નવ વર્ષ દરમિયાન રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગુન્હાઓ કર્યા અંગેની ફરિયાદ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વધુ કાર્યવાહી ડીવાયએસપી નિકિતા શિરોયા દ્રારા કરાઈ રહી છે. આજે પોલીસ દ્રારા તમામ ઈસમોની ધરપકડ કરી આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા જવા માગતા લોકો નવા વર્ષમાં વિઝા ઈન્ટરવ્યૂ પોતાની પસંદગીના સ્થળે આપી શકશે
December 18, 2024 03:40 PMસ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકના રહેવાસીઓ નવી બનતી બિલ્ડિંગ સાઈટના શ્રમિકોથી ત્રાહિમામ
December 18, 2024 03:34 PMદેશી દારૂના અલગ–અલગ દરોડામાં મહિલા સહિત પાંચ ધંધાર્થી ઝડપાયા
December 18, 2024 03:31 PMસાત પીઆઈની આંતરીક બદલી: આર્થિક ભારણવાળા ઈઓડબલ્યુમાં કરપડા, ડીસીબીમાં જાદવ મુકાયા
December 18, 2024 03:28 PMસોપારીની હોલસેલ ખરીદીનો ૪૦.૨૭ લાખનો ચેક રિટર્નના કેસમાં રિટેલરને એક વર્ષની કેદ
December 18, 2024 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech