શહેરના કાલાવડ રોડ સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસેના રહેવાસીઓ નજીકમાં જ નવા બનતા બિલ્ડીંગ પ્રોજેકટ ઓરબીટ ગાર્ડનની સાઈટ પરના કોન્ટ્રાકટરના માણસો, શ્રમીકોથી ત્રાહીમામ પોકારી ચુકયાની ફરિયાદ સાથે વિસ્તાવાસીઓ મહિલા, પુરૂષો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. મહાપાલિકા દ્રારા કોઈ પગલા લેવાતા નથી. ખુલ્લ ા પ્લોટ ગંદકી સંદર્ભે કોઈ કાર્યવાહી થતી ન હોવાથી સત્વરે પ્રશ્ન ઉકેલવા લેખીત ફરિયાદ આપી રજુઆત કરી હતી.
રજુઆતકર્તાઓએ આપેેલી ફરિયાદમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે સાંનિધ્ય ૨૫૪ નામની રેસીડેન્સીયલ ત્રણ વિંગમાં ૧૩૦ ફલેટ ધારકો રહે છે. સાંનિધ્ય વસાહતની સામે જ ઓરબીટ ગાર્ડન નામના નવા બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જયાં કામ કરતા કોન્ટ્રાકટરના માણસો શ્રમીકો ખુલ્લ ી જગ્યામાં ગંદકી ફેલાવે છે. ખુલ્લ ામાં જ શૌચક્રિયા કરે છે. અમર્યાદીત રીતે વર્તે છે.
ખુલ્લ ા પ્લોટમાં ગંદકી તથા મળમુત્રની રોજીંદી આવી સમસ્યા બાબતે મહાપાલિકાને રજુઆત કરી હતી. ત્યાંથી એવું કહી દેવાયું છે કે, જગ્યા કલેકટર હસ્તકની છે.
ગંદકી બાબતે સાઈટના જવાબદારોને પણ વારંવાર ધ્યાન દોરીને શ્રમીકો ગંદકી ન કરે અસભ્ય રીતે ન રહે તેવી રજુઆત કરી પણ જાણે કોન્ટ્રાકટર કે બિલ્ડર આવી બાબતે ધ્યાન આપતા નથી અને સમસ્યાથી રહેવાસીઓ પીડાય છે. મહાપાલિકા દ્રારા કલેકટર હસ્તગતની ખુલ્લ ી જગ્યા હોવાનું કહેવાયું હોવાથી જવાબદાર અધિકારી દ્રારા તાત્કાલીક પણે નિરાકરણ કરાવવા માગણી કરાઈ છે. ખુલ્લ ી જગ્યામાં રહેલા વૃક્ષોને પણ નુકસાન પહોંચાડતા હોવાનું જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMજામનગરના ટાઉનહોલની મુલાકાત બાદ ઐતિહાસીક ભુજીયા કોઠાનું નિરીક્ષણ કરતા મનપા કમિશનર
December 18, 2024 06:35 PMજામનગર જિલ્લામાં 14 ટ્રેક્ટર, ટ્રોલીની ચોરી કરનાર બંને ઇસમ સામે ગેંગ કેસ દાખલ
December 18, 2024 06:24 PMજો પીએમ મોદીને આંબેડકર માટે આદર છે તો અમિત શાહને હટાવી દેવા જોઈએ: ખડગે
December 18, 2024 05:49 PMવૃદ્ધ વ્યક્તિને રાહ જોવડાવવાની સજા: કર્મચારીઓએ ઉભા ઉભા કરવું પડ્યું કામ
December 18, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech