એપ્રિલ-સપ્ટેમ્બર 2024માં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) 45 ટકા વધીને યુએસ 29.79 બિલિયન ડોલર થયું છે. આ વધારો સેવાઓ, કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટેલિકોમ, ફામર્િ અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં મજબૂત રોકાણને કારણે થયો છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં એફડીઆઈનો પ્રવાહ યુએસ 20.5 ડોલર બિલિયન હતો.
જુલાઈ-સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં એફડીઆઈના પ્રવાહમાં 43 ટકાની વૃદ્ધિ સાથે યુએસ 13.6 બિલિયન ડોલર થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 9.52 અબજ યુએસ ડોલર હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પણ એફડીઆઈમાં 47.8 ટકાનો વધારો થયો હતો, જે યુએસ 16.17 બિલિયન ડોલર પર પહોંચી ગયો હતો.
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કુલ એફડીઆઈ (જેમાં ઇક્વિટી પ્રવાહ, પુન:રોકાણની કમાણી અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે) 28 ટકા વધીને યુએસ 42.1 બિલિયન ડોલર થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 33.12 અબજ યુએસ ડોલર હતું.
ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં મોરેશિયસ, સિંગાપોર, અમેરિકા, નેધરલેન્ડ અને યુએઈ જેવા નામો સામેલ છે. મોરેશિયસ તરફથી 5.34 બિલિયન યુએસ ડોલરનું રોકાણ થયું હતું, જે ગયા વર્ષે 2.95 બિલિયન હતું. તે જ સમયે સિંગાપોરથી 7.53 અબજ યુએસ ડોલરનું રોકાણ આવ્યું, જે અગાઉ 5.22 અબજ હતું. જ્યારે, અમેરિકામાંથી રોકાણ 2.57 અબજ યુએસ ડોલર હતું, જે ગયા વર્ષે 2 અબજ હતું. યુએઈના રોકાણની વાત કરીએ તો અહીંથી સૌથી વધુ વધારો નોંધાયો હતો, જે 1.1 બિલિયનથી વધીને 3.47 બિલિયન યુએસ ડોલર થયો હતો. જોકે જાપાન અને યુકેમાંથી રોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
જો ઈન્વેસ્ટમેન્ટ સેક્ટર મુજબ જોઈએ તો સર્વિસ, કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટેલિકોમ, ફામર્િ અને બિનપરંપરાગત ઉર્જા જેવા ક્ષેત્રોમાં મહત્તમ રોકાણ થયું છે. સર્વિસ સેક્ટરમાં એફડીઆઈ પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુએસ 5.69 બિલિયન ડોલર પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં યુએસ 3.85 બિલિયન ડોલર હતું. જ્યારે બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રમાં યુએસ 2 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સ્તરે, મહારાષ્ટ્રે સૌથી વધુ એફડીઆઈ રોકાણ આકર્ષ્યું છે. અહીં 13.55 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. એ પછી કણર્ટિક, ગુજરાત અને તેલંગાણાનો નંબર આવે છે. ગુજરાતમાં લગભગ 4 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. પછી કણર્ટિકમાં 3.54 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું. જયારે તેલંગાણામાં 1.54 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech