ચંદ્રયાન-૩ના ઐતિહાસિક મૂન લેન્ડિંગની સફળતા બદલ અત્યંત ગર્વ: નયારા એનર્જીના ચેરમેન

  • August 25, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના ગૌરવ તથા ઈસરોના વૈજ્ઞાનિકોની અનેરી સિદ્ધિ એવા ચંદ્રયાન-૩ને ખંભાળિયામાં આવેલી વિશ્વ કક્ષાની રિફાઈનરી નાયારા એનર્જી ના હેડ પ્રસાદ કે. પાનીકરે આવકારી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ચંદ્રયાન-૩ના ઐતિહાસિક મૂન લેન્ડિંગની નોંધપાત્ર સફળતા બદલ અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ અને ઈસરોની ઉત્કૃષ્ટ ટીમ તથા સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવીએ છીએ. આ અવિશ્વસનીય સિદ્ધિ ન કેવળ વૈજ્ઞાનિક રિસર્ચ અને સંશોધન માટે ભારતના સતત સમર્પણને જ દર્શાવે છે પરંતુ અવકાશ સંશોધન માટે વૈશ્વિક ક્ષેત્રે આપણી સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ચંદ્રયાન-૩નું સફળ ઉતરાણ એ સામેલ દરેક વ્યક્તિની પ્રતિબદ્ધતા, બુદ્ધિમત્તા અને અવિરત કાર્યને શ્રેય આપે છે. આ સિદ્ધિ એ યાદ કરાવે છે કે જો આપણી પાસે કોઈ કામને સાકાર કરવાની ઇચ્છા અને સર્જનાત્મકતા હોય તો કંઈપણ શક્ય છે. સમગ્ર દેશ અને ઈસરો આ નોંધપાત્ર સિદ્ધિ માટે પ્રશંસાને પાત્ર છે, જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વધારે છે. એમ નયારા એનર્જીના ચેરમેન અને હેડ ઓફ રિફાઇનરી પ્રસાદ કે. પાનીકરે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application