શાપર વેરાવળમાં રહેતા શખસે રાજકોટના કારખાનેદારને એટ્રોસિટીની ફરિયાદમાં ફીટ કરાવી દેવાનું કહીં ૧૦ હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.આ શખસે અગાઉ સડક પીપળીયાના આધેડ પાસેથી યુવતી મારફત ૧૦ લાખ પડાવી લીધા હોવાની ખુદ યુવતીએ ફરિયાદ કરી હતી.
જાણવ મળતી વિગતો મુજબ,રાજકોટમાં નહેનગર સોસાયટી શેરી નં.૧૦ નાના મોવા સર્કલ પાસે રહેતા કારખાનેદાર ભુપતભાઇ હરજીભાઈ ખુંટ (ઉ.વ.૫૬) દ્રારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં વેરાવળમાં રહેતા ભવીન રાણવા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને વેરાવળમાં સાંગાણીમાં ચારભુજા કારખાના પાછળ ત્રિમૂર્તિ પ્લાસ્ટીક નામે પ્લાસ્ટીક બનાવવાનું કારખાનું છે. જે હાલ બધં હાલતમાં છે. તથા હડમતાળા જી.આઈ.ડી.સી.માં પણ ક્રીએટીવ પોલીફેબ નામે કારખાનું છે. જે ચાલુ હોય ત્યાં બેસી વેપાર ધંધો કરે છે. ત્રિમૂર્તિ પ્લાસ્ટીક કારખાનું સને ૧૯૯૨ થી છે. ત્યાં શંકર ભગવાનનું મંદીર છે. જેથી મંદીરની સેવા પુજા માટે તેમજ મશીનરી પણ પડેલ હોય જેથી તેની સિકયુરિટી માટે મનસુખભાઈ ગીણાભાઇ દુદકીયાને રાખેલ છે.
ભુપતભાઈએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૮૮૨૦૨૪ ના રોજ સવારે મને ફોન આવેલ. જેમાં સંજય નામના વ્યકિતએ વાત કરી કે, તમારે કારખાને ગાર્ડ અને મંદિરની પૂજા માટે માણસ જોઈએ છે? મે કહ્યુ સારા માણસ હોય તો રાખવા છે. એ પછી બીજા દિવસે ભાવિન નામના વ્યકિતનો ફોન આવેલ. તેણે સંજયભાઇએ નંબર આપ્યા તેમ કહી વાત કરેલ. કામે રહેવાનું કહ્યું. પછી તા.૨૧૦૯૨૦૨૪ ના રોજ ભાવિન કારખાને આવેલ. ત્યાં અગાઉ કામ કરતા ઘનશ્યામભાઈ બાબુભાઈ વ્યાસએ તેને શું કામ કરવાનું તે સમજાવ્યું. તેણે પોતાની ઓળખ આપતાં કહ્યું કે, તે ભાવિન રાણવા કુંભાર છે. મે તેને મહિને ૧૧,૦૦૦ પીયા પગાર આપવાનું કહેલ. ત્યારબાદ મારે આ ભાવિન સાથે મારે કોઈ વાતચીત થયેલ નહીં. જોકે, તે જ દીવસે સાંજે સાડા પાંચ વાગ્યે મને ઘનશ્યામભાઈનો ફોન આવેલ અને મને કહેલ કે ભાવિનભાઈનો ફોન આવેલ અને કહેલ છે કે તમારા શેઠને ફોન કરતા તમારા શેઠે મને કહેલ છે કે તમે દલિત છો સેવા પુજાનું કામ તમે ન કરી શકો. તેમ કહી મને ના પાડી દીધી છે. બીજા દીવસે તા. ૨૨૦૯ના રોજ બપોરના ભારેક વાગ્યે મારા કારખાને હત્પં તથા ઘનશ્યામભાઈ બન્ને હાજર હતા ત્યારે આ ભાવિનભાઇ આવેલ અને કહેલ કે, મેં તમારા વિધ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે મને દોઢ લાખ પીયા આપવા પડશે નહી તો તમે મને તમારા કારખાનામાં ગોંધી રાખી મને માર મારી જ્ઞાતી પ્રત્યે મને હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની એટ્રોસીટીની ફરીયાદ લખાવી તમને ફીટ કરાવી દઇશ. મને ડર લાગતા મે ત્યારે જ તેને .૧ ૦,૦૦૦ રોકડા આપેલ અને બીજા પીયા આપવા માટે અઠવાડીયાનો સમય માંગેલ હતો. જોકે ત્યારબાદ આ ભાવિન સાથે અમારે કોઇ સંપર્ક થયેલ નહી.કારખાનેદારની આ ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech