શહેરના ૧૪૦૪ આવાસ યોજનામાં મકાનધારકોને વ્યાજ મુક્તિમાં બે માસની મુદ્દતમાં વધારો

  • November 23, 2023 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકાની સ્ટે. કમિટીની એક બેઠક આજે બપોરે ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના પત્ર અન્વયે ૧૪૦૪ આવાસ યોજનાના આવાસધારકોને બાકી રહેતી રકમ ભરપાઇ કરવા અંગે વ્યાજમુક્તિની મુદ્દતમાં બે માસનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ર૦ર૩-૨૪ અંતર્ગત આઉટગ્રોથ એરીયાના કામો અંગે મ્યુ. કમિશ્નરની દરખાસ્તને રુા. પ૧ કરોડના કામોને સૈઘ્ધાંતિક મંજુરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સ્ટે. કમિટીની એક બેઠક આજે બપોરે મળી હતી, જેમાં ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડે. કમિશ્નર ભાવેશ જાની, આસી. કમિશ્નર કોમલ પટેલ અને જીગ્નેશ નિર્મલ સહિત ૧૧ સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વોટર વર્કસ શાખાના નવાગામ ઘેડ ઝોન ખાતેના પાઇપલાઇન નેટવર્ક, નવી આરસીસી, બ્રીક મેશનરી, વાલ્વ ચેમ્બર બનાવવા માટે બે વર્ષના રેઇટ કોન્ટ્રાક્ટર માટે રુા. ૧૬.૬૪ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન વોર્ડ નં. ૧ર વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહત તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બ્લોકના કામ માટે રુા. ૧૦ લાખ મંજુર કરવામાં આવ્યા હતા. ડ્રાઇવર કમ ટ્રીમીંગ મશીન ઓપરેટરની જગ્યા પર કોન્ટ્રાક્ટર બેઇઝથી નિમણુંક પામેલાને છ માસની મુદ્દત વધારવામાં આવી હતી, મીટીંગની શરુઆતમાં જ તમામ સભ્યોએ અરસપરસ શુભકામનાઓ પાઠવી હતી અને કમિટીમાં કુલ રુા. પ૧.૮૩ કરોડના કામો મંજુર પામ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application