એ ડિવિઝન પોલીસની ટીમે વાહન ચોરી કરી તેને ભંગારમાં વેચી દેવાના કારસ્તાનનો પર્દાફાશ કર્યેા છે. મહિલા કોલેજ અંડર બ્રિજ પાસેથી પોલીસે ચોટીલા પંથકના રીઢા વાહન ચોરને ઝડપી લીધો હતો. બાદમાં ચોરીના વાહન સાચવનાર,ખરીદનાર અને સ્પેરપાર્ટ ખરીદનાર સહિત પાંચને ઝડપી લીધા હતા. પોલીસે આઠ વાહન તથા વાહનોના સ્પેરપાર્ટ સહિત ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીઓની પૂછતાછમાં પાંચ વાહન ચોરીના ભેદ ઉકેલાયા હતા.
એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર. જી. બારોટની રાહબરી હેઠળ એએસઆઈ એમ.વી.લુવા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બસિયા અને કોન્સ્ટેબલ રમેશભાઈ માલકીયાને મળેલી ચોક્કસ આધારે મહિલા કોલેજ અંડર બ્રિજ રેલવે પાટા પાસેથી પોલીસે શંકાસ્પદ એકટીવા સાથે એક શખસને ઝડપી લીધો હતો. આ શખસની પૂછતાછ કરતા તેનું નામ નવઘણ ઉર્ફે નઘો રામજીભાઈ સાડમિયા(રહે.સાલખડા તા. ચોટીલા) હોવાનું માલુમ પડું હતું. પોલીસે તેની પાસે રહેલા આ વાહન અંગે પૂછતાછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં તેણે કબુલાત આપી હતી કે આ એકટીવા તેણે ૨૫ દિવસ પૂર્વે પેલેસ રોડ પર પાકિગમાંથી ચોરી કયુ હતું.
પોલીસે આ શખસની સઘન પૂછતાછ કરતા તેણે આ સિવાય પણ અન્ય વાહનોની ચોરી કરી આ વાહન તથા તેના સ્પેરપાર્ટ સાત હનુમાન નવાગામ કુવાડવા રોડ પર ઝૂંપડામાં છુપાવી રાખ્યા હોવાનું જણાવતા પોલીસે અહીંથી અલગ–અલગ ૮ બાઈક તથા તેના સ્પેરપાર્ટ જેમાં એન્જિન ચેસીસ સહિત . ૩.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપી પાસેથી ચોરાઉ બાઇક ખરીદનાર સાચવનાર અને તેના સ્પેરપાર્ટ ભંગારમાં લેનાર સહિત કુલ ચાર આરોપીને ઝડપી લીધા હતા. જેમાં અશોક ઉર્ફે બાવ ભીખાભાઈ જખાણીયા (રહે. નાકરાવાળી કુવાડવા રોડ), વિજય સોમાભાઈ વાઘેલા (રહે. ગંજીવાડા મહાકાળી ચોક, દૂધસાગર રોડ), પ્રકાશ આશુભાઈ ગુર (રહે.શિવનગર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ) અને પ્રભુ પ્રભાતસિંહ ગુર (રહે. ભોલેનાથ સોસાયટી શેરી નંબર ૨ માધાપર)નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી છેલ્લા ઘણા સમયથી શહેરના અલગ–અલગ વિસ્તારોમાં આંટાફેરા કરી ભીડભાડવાળા વિસ્તારમાં પાકિગમાં જૂના મોટરસાયકલ જેમાં હેન્ડલ લોક ના હોય તેને ડાયરેકટ કરી ચોરી કરી ઘરે લઈ જઈ તેના તમામ સ્પેરપાર્ટ અલગ કરી ભંગારમાં વેચી દેતો હતો. આરોપીની પૂછતાછમાં પાંચ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે.
આરોપી નવઘણ સામે રાજકોટના એ ડિવિઝન,પ્ર.નગર માલવીયાનગર, બી ડિવિઝન, તાલુકા, જામનગર જિલ્લાના કાલાવાડ, રાજકોટ ગ્રામ્યના ગોંડલ, બાબરા ગાંધીનગરના કલોલ અને અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં મળી ચોરી, વાહન ચોરી, મારામારી સહિતના કુલ ૧૯ ગુના નોંધાઇ ચુકયા છે
કયા આરોપીની શું ભૂમિકા?
વાહન ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી નવઘણ કે જે રીઢો આરોપી હોય તે વાહન ચોરી કરતો હતો. તેણે પોતાના ચોરીના આ વાહન અશોક ઉર્ફે બાવને સાચવવા આપ્યા હતા તેમજ વિજય આ ચારાઉ વાહન ખરીધું હતું. પ્રકાશ અને પ્રભુ બંને ભંગારના ધંધાર્થી હોય તેમણે આરોપી પાસેથી ચોરાઉ વાહનના સ્પેરપાર્ટ ભંગારના ભાવે ખરીધા હતા.
કયા સમયે કયાંથી વાહન ઉઠાવ્યા?
આરોપી નવઘણ ઉર્ફે નઘાએ અલગ–અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરી હતી જેમાં ૨૫ દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી એકિટવાની ચોરી કરી હતી. પંદર દિવસ પૂર્વે ૮૦ ફુટ રોડ પરથી સ્પ્લેન્ડર,આજ સમયે ગોંડલ રોડ પર ડી માર્ટ પાસેથી નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર તેમજ દોઢ વર્ષ પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એકસેસની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જે અંગે એ ડિવિઝન, થોરાળા, માલવિયાનગર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે
વાહન ચોરી કરી રૂડા ટ્રાન્સપોર્ટનગર પાસે છૂપાવ્યા હતા
આરોપી નવઘણ વાહન ચોરી કર્યા બાદ ડા ટ્રાન્સપોર્ટનગર પાસે કેટલાક વાહન જેમના તેમ અને કેટલાક વાહનને તોડી તેનો ભંગાર કરી છુપાવી રાખ્યા હતા. પોલીસે અહીંથી આ ચોરાઉ વાહન કબજે કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech