અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખ ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ, અત્યાર સુધીમાં 20ના મોત, 300થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ

  • September 26, 2023 11:55 PM 

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે લોકો તેમના વાહનોમાં ઇંધણ ભરવા માટે ગેસ સ્ટેશનની બહાર લાઇનમાં ઉભા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.


વિસ્ફોટમાં 20 લોકોના થયા મોત

આરોગ્ય વિભાગે જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળેથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે સાત લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 290 થી વધુ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં ઘણા લોકોની સ્થિતિ નાજુક છે.


વિસ્ફોટનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી

ગેસ સ્ટેશન પર વિસ્ફોટનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. નાગોર્નો-કારાબાખના રાષ્ટ્રપતિના સહાયક ડેવિડ બાબયાનએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી દર્શાવે છે કે દુર્ઘટના બેદરકારીના કારણે થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application