અમદાવાદ હાઈવે પર બાવળા નજીક બગોદરા સેહીકા ચોકડી પાસે ગત મોડીરાત્રે ટેન્કર અને ત્રણ મીનીટ્રક આઈસર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા હતા. એકની હાલત ગંભીર છે. જવલંનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે ટ્રક અથડાતા જ ટેન્કરમાં આગ સાથે બ્લાસ્ટ થયો હતો અને ચારેય વાહનો આગના ગોળામાં ભુંજાઈ ગયા હતા. જયપુર નજીક જ તાજેતરમાં બનેલી દુર્ઘટના જેવી જ આગની ઘટના અમદાવાદ હાઈવે પર ગતરાત્રે બની હતી. સદનસીબે અન્ય વાહનો ચપેટમાં ન આવતા મોટી ખુંવારી જાનહાની ટળી હતી. ત્રણ કલાકે આગ કાબુમાં આવી હતી.
અમદાવાદ રૂરલ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. ત્વરીતપણે હાઈવેની બન્ને સાઈડ બધં કરાવી દેવાઈ હતી. આગમાં સાવ હાડપીંજર બની ગયેલા જયપુર જેવો અકસ્માત બાવળા પાસે મોડી રાત્રે બનેલો બનાવ: ત્રણ કલાકે આગ કાબૂમાં આવી રોંગ સાઈડમાં આવેલો ટ્રક અથડાતા જવલંનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર બ્લાસ્ટ સાથે સળગ્યું અન્ય બે ટ્રક પણ ચપેટમાં આવ્યા, એક ઘાયલ ટ્રક ટેન્કર સાથે ચારેય વાહનો આખીરાત જેસીબી અને અન્ય સાધનોની મદદથી સાઈડમાં ખસેડીને આજે સવારે વાહન વ્યવહાર પુર્વવત કરાવાયો હતો. આગની જવાળા એકાદ કિલોમીટર દુર સુધી દેખાતી હતી. આસપાસના ગ્રામજનો લોકોમાં મધરાત્રે આગના ગોટેગોટાથી કંઈક દુર્ઘટના બન્યાનો ભય ફેલાયો હતો. ઘટના સ્થળથી દુર લોકોના ટોળા ઉમટી પડયા હતા.
પ્રા વિગતો મુજબ ગતરાત્રે રોહીકા ચોકડી પાસે કાપડના રોલ ભરેલ મીનીટ્રક આઈસર રોંગ સાઈડમાં ધસી આવતા અકસ્માત થયો હતો. કેમીકલ કે આવા કોઈ પ્રવાહી ભરેલા ટેન્કર સાથે અકસ્માત થતાં મોટો બ્લાસ્ટ થયો હતો અને ટેન્કર આઈસર ભડભડ સળગી ઉઠયા હતા. ટેન્કરમાં કેમીકલ આઈસરમાં કાપડ હોવાથી આગે સેકન્ડોમાં વરવું રૂપ ધારણ કરી લીધું હતું. આગ અકસ્માતમાં વધુ બે ટ્રક પણ લપેટમાં આવી ગયા હતા.
હાઈવે પર ચાર હેવી વ્હીકલ ત્રણ ટ્રક, ટેન્કર આગનો ગોળો બનેલા દુર દુરથી જોતા જ અન્ય વાહનો બન્ને સાઈડ થંભી ગયા હતા. બ્લાસ્ટ પણ દુર સંભળાયો હોવાથી હાઈવે પર વાહનચાલકોમાં ભયનું લખલખુ ફેલાઈ ગયું હતું. ચારેય વાહનો કેમીકલના કારણે તેમજ વાહનોમાં પણ ડીઝલ ટેંક લપેટમાં આવી જવાથી ભીષણ આગ લાગી હતી. અમદાવાદ હાઈવે ટ્રાફીક પોલીસ, અમદાવાદ રૂરલ પોલીસનો સ્ટાફ અને દુર્ઘટનાની ગંભીરતાને લઈને અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.
આગને કાબુમાં લેવા બાવળા ઉપરાંત આણદં અને ધોળકાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. ત્રણ–ત્રણ સ્થળના ફાયર ફાઈટરો અને ફાયર બ્રિગેડ જવાનોએ રાત્રે ભારે જહેમત ઉઠાવી હતી અને મધરાત્રે ત્રણેક કલાક બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં ચારેય વાહનો ખોખુ બની ગયા હતા. હાઈવે પર વચ્ચે જ વાહનોના હાડપીંજર પડયા હતા. આગ કાબુમાં આવતા પોલીસે જેસીબી હિટાચી જેવા સાધનો વડે ટેન્કર અને ત્રણેય ટ્રકના લોખંડના મલબો, ખોખાને સાઈડમાં ખસેડાયા હતા.
આગમાં ભસ્મીભૂત થયેલા અને લોખંડના ખોખા બનીને ઉભેલા ચારેય વાહનોના ભંગારને સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર પુર્વવત કરાવાયો હતો. આગ લાગતા જ બે વાહનના ચાલક બળીને ખાક થઈ ગયા હતા. જયારે અન્ય જીવ બચાવીને નાસી ગયા હતા. ઘાયલ થયેલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને હાઈવે પર રાત્રે બન્ને તરફ વાહનોની કતારો લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડ તથા પોલીસ તંત્રની સ્થાનીકોની મદદથી ત્વરીત કામગીરીને લઈને કોઈ મોટી દુર્ઘટના અટકી હતી અને વાહન વ્યવહાર પુર્વવત થયો હતો. બગોદરા કોંઠ પોલીસ દ્રારા વિશેશ તપાસ આરંભાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech