એકિઝટ પોલ સાચા કે ખોટા? કાલ બપોર સુધીમાં ફેંસલો

  • June 03, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોણ જીતશે અને કોણ હારશે? તેની લગભગ એકાદ મહિના સુધી અનુમાનો, અટકળોને આધારે કરવામાં આવતી ચર્ચાઓનો આવતીકાલે બપોરે અતં આવી જશે. લોકસભાની ગુજરાતની ૨૬ માંથી સુરતની એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. બાકીની ૨૫ બેઠકના પરિણામ આવતીકાલે બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં જાહેર થઈ જશે તેવી ગણતરી માંડવામાં આવે છે.



ગુજરાતની આ ૨૫ બેઠકમાં ગાંધીનગર પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ અનિલચદ્રં શાહ, રાજકોટમાં બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા, પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ચૂંટણી લડા હતા યારે કોંગ્રેસમાં રાજકોટ બેઠક પરથી વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સમગ્ર ચૂંટણી દરમિયાન જે બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી છે અને કોંગ્રેસને જેના પર વધુ આશા છે તે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા આણદં બેઠક પરથી ચૂંટણી લડતાં અમિતભાઈ ચાવડા દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ ભચની ચર્ચામાં રહેલી બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈત્ર વસાવા સાબરકાંઠાના તુષાર ચૌધરી જામનગરમાં પૂનમબેન માડમ સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા અમરેલીમાં જેનીબેન ઠુંમર વગેરેના ભાવી નક્કી થશે.



કાલે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શ થશે પોસ્ટલ બેલેટ અને ઇવીએમ ની મતગણતરી એક સાથે શ થવાની હોવાથી સવારે ૧૦:૦૦ વાગ્યા આસપાસ થી ટ્રેન્ડ મળી જવાની શકયતા છે અને બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઈ જાય તેવી સંભાવના છે.



મોઢવાડિયા–લાડાણી સહિતના પક્ષ પલટુઓનું પણ કાલે પરિણામ
લોકસભાની ૨૫ બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીના પરિણામો પણ કાલે આવી જશે. ભાજપે તેના ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા તમામને ટિકિટ આપી છે. મતદારો આવા પક્ષપલટુઓને સ્વીકારશે કે કેમ તેનો નિર્ણય કાલે ખબર પડી જશે. પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા ખંભાતમાં ચિરાગ પટેલ માણાવદરમાં અરવિંદ લાડાણી વિજાપુરમાં સી. જે ચાવડા અને વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા


ક્ષત્રિય આંદોલન, 'વાદ' સહિતના મુદ્દાઓની અસરકારકતાની આવતીકાલે ખબર પડશે
રાજકોટની બેઠક પરથી શ થયેલ ક્ષત્રિય સમાજના આંદોલનનો મુદ્દો ધીમે ધીમે સમગ્ર ગુજરાત સહિત આખા દિવસમાં છવાઈ ગયો હતો. ચૂંટણીના પરિણામમાં તેની અસર કેવી થઈ છે તેની કાલે ખબર પડી જશે. આવી જ રીતે ગુજરાતમાં કોળી સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો થયા હતા. જ્ઞાતિવાદના અનેક હથકડા અજમાવવામાં આવ્યા હતા. આ બધાના પરિણામો કેવા આવ્યા છે? તેનું કાલના રીઝલ્ટના આધારે ખબર પડી જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News