રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આગામી શનિવારથી આરભં થનારા જન્માષ્ટ્રમીના લોકમેળામાં સરકારની એસઓપી અત્યારે ચીથરે હાલ જેવી બની ગઈ છે. મેળાના મેદાનનું આજે મોટા ઉપાડે એનઆઈડીએમ દ્રારા કલેકટર અને પોલીસ તંત્રના સ્થાનીક અધિકારીઓની હાજરીમાં નીરીક્ષણ થયું હતું. અધિકારીઓની ફોજ હાજર હતી પરંતુ રાઈડસના ફાઉન્ડેશન તેમજ એસઓપીનો ઉલાળીયો થતો હોવા બાબતે કોઈએ મગનું નામ મરી પાડયું ન હતું.
ટીઆરપી ગેમઝોન અિકાંડને લઈને જાહેર આયોજન લોકમેળા માટે સરકાર દ્રારા જ સલામતી સુરક્ષા સંબંધી એસઓપી જાહેર કરાઈ હતી. અલગ અલગ ૪૪ નિયમોનું પાલન ફરજીયાત કરાયું છે. જેમાં સૌથી મહત્વનો રાઈડસ માટે ફાઉન્ડેશન ફરજીયાત બનાવાયું છે. જો કે, અત્યારે લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓમાં કયાંય રાઈડસ માટેના ફાઉન્ડેશન થયા નથી અને એક જ ઝટકે સરકારની એસઓપીના ધજીયા ઉડાડી દેવામાં આવ્યા છે. રાજકોટના લોકમેળામાં સુરક્ષા માટે આ વખતે એન્ટ્રી એકઝીટના ૭ દરવાજા રાખવામાં આવ્યા છે. ૧૦ કરોડનો વિમો લેવાયો છે. ગત વખત કરતા ૩૦ ટકા જગ્યા ખાલી રાખવામાં આવી છે. આ બધું જન સુરક્ષા માટે કલેકટર તંત્રએ ધ્યાને લીધું અને લોકમેળામાં ફેરફાર કર્યા પરંતુ ફાઉન્ડેશનના નામે અત્યારે ફીંડલું વળી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે.
મેળામાં સુરક્ષા સંબંધી શું વ્યવસ્થા થઈ છે ? તે ચકાસણી માટે એનઆઈડીએમના અધિકારીઓ અને ટીમ રાજકોટ આવી હતી. લોકમેળાના મેદાનની મુલાકાત લીધી હતી. મેળામાં ફાયર સેફટીની વ્યવસ્થા, કોરીડોર, એન્ટ્રી એકઝીટ, સ્ટોલ સહિતની બાબતોનું નીરીક્ષણ કરાયું હતું. ડીઝાસ્ટર મેનેજમેન્ટની આ ટીમને પણ કદાચ સરકારની એસઓપી ધ્યાને નહીં આવી હોય કે એમના દાયરા બહાર હશે એવી રીતે ઉચ્ચ અધિકારીઓ અને ટીમની હાજરીમાં જ મેદાનમાં ફાઉન્ડેશન વિના રાઈડસના માંચડા ઉભા થતા હતા. આમ છતાં આ તરફ કોઈનું ધ્યાન ન ગયું અથવા આખં આડા કાન કરી દેવાયા હશે.
એનઆઈડીએમની ટીમ મેળાના મેદાનમાં નીરીક્ષણ માટે આવેલી હોવા બાબતે સંબંધીત તંત્રવાહકોએ જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યુથી આ ટીમ આવી હતી અને ગઈકાલે સ્થાનીક અધિકારીઓ સ્ટાફ સાથે સેમીનાર યોજાયો હતો અને તાલીમ અપાઈ હતી અને આજે મેળાના મેદાનનું નીરીક્ષણ કયુ હતું. રાઈડસમાં ફાઉન્ડેશન નહીં હોવા બાબતે એવો બચાવ કરીને હાથ અધ્ધર કરી દેવાયા હતા કે, આ ટેકનીકલ પ્રશ્ન છે જે અમારા દાયરામાં આવતો નથી. હવે સવાલો એવા ઉઠે કે, જેના દાયરામાં આવતો હોય તે જવાબદાર અધિકારીઓ કે તત્રં કયા કારણોસર હજુ મૌન હશે ? કે આવી રીતે શનિવાર આવી જાય અને મેળો ચાલુ થઈ જાય તે માટે એકબીજા તત્રં ખો આપી રહ્યા હશે ? અિકાંડની દુર્ઘટના બાદ પણ તંત્રની આંખો ખુલતી નથી એ પણ એક આર્યની બાબત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૃહમંત્રી દ્વારા સંસદમાં આપેલા નિવેદનનો સુરજકરાડી ખાતે વિરોધ કરતા દલિત સમાજના આગેવાનો
December 23, 2024 12:13 PMદ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા કુબેર વીસોત્રિના એએસઆઈને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપીએ સન્માનિત કર્યા
December 23, 2024 12:09 PM3 દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ માર્કોએ મચાવ્યો તહેલકો
December 23, 2024 12:09 PMભારતની નંબર 1 ફિલ્મ બની અલ્લુ અર્જુનની ફિલ્મ
December 23, 2024 12:08 PMદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી
December 23, 2024 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech