મમતાની ગોદમાંથી બાળક છીનવાયું, એક પછી એક અંગો ગુમાવ્યા પણ ન ગુમાવ્યું મનોબળ અને મોતને પણ હરાવીને સોરઠની આ દીકરી ધરા શાહ જીવનના બીજા પડાવમાં એક પણ ફરિયાદ વિના હસતા ચહેરે જીવી રહી છે અને અનેક લોકો માટે પ્રેરણા પ બની રહે છે. યુએસએમાં રહેતી મૂળ સાવરકુંડલા ની દીકરી અને ભાવનગરના યુવાન સિદ્ધાર્થ શાહ સાથે લ કરીને અમેરિકામાં સ્થાયી થયેલી ધરા હાલમાં ભારત આવી છે અને ગઈકાલે તે તેના પરિવાર સાથે ખાસ આજકાલ ની શુભેચ્છા મુલાકાતે આવી હતી. વર્ષ ૨૦૧૯ માં તેની સાથે બનેલી ઘટના અને તેના આ સંઘર્ષમાંથી કેવી રીતે તે બહાર આવી અને પોતાની જિંદગી જીવી રહી છે તે અંગેની સ્ટોરી આજકાલ દ્રારા આ સંઘર્ષ ગાથા ને શબ્દ પે પ્રકાશિત કરવામાં આવી હતી. આજકાલ દ્રારા પ્રસિદ્ધ થયેલા આ અહેવાલની નોંધ દેશ વિદેશના અખબારો અને મીડિયામાં લેવામાં આવી હતી જેના માટે તેને આજકાલની પહેલ માટે આભારની લાગણી વ્યકત કરી હતી.
પગ ન હોવા છતાં પણ પોતાના પગ પર ઊભી થઈને સફળતાની પાંખો ફેલાવી રહેલી ધરા શાહ પોતાની ખુમારીભરી લાઈફ ના લીધે લોકો તેની પાસે માર્ગદર્શન લેવા આવી રહ્યા છે અમેરિકામાં પણ તે મોટીવેશનલ પર્સનાલિટી તરીકે ખ્યાતિ મેળવી રહી છે તાજેતરમાં જ તેને પોતાનું સ્વપન એકવાર નહીં પણ બે બે વખત કયુ જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં વિજય નો વાવટો ફરકાવ્યો છે. હવે આગામી દિવસોમાં આ મેરેથોનમાં તે દોડવા જશે. જેની તૈયારી કરી રહી છે.
આજકાલ સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે, ઈશ્વર જયારે કઈં છીનવી લે છે તેના કરતાં ચાર ગણી તાકાત આપે છે બસ લાચારી થી જિંદગી જીવવા કરતા ખુમારીથી કદમ માંડવા અને સ્વમાનથી જીવનને માનવું, સ્વપનને સાકાર કરવા જોઈએ. મારો પુત્ર છીનવાઈ ગયો મારા અગં છીનવાઈ ગયા ત્યારબાદ પણ ઈશ્વરે મારા શ્વાસ ચાલુ રાખ્યા ત્યારે મારો વિશ્વાસ વધ્યો કે આ ઘટના પાછળ પણ કુદરતનો કાંઈ સંકેત છે. પહેલાની ધરા કરતા અત્યારની ધરામાં ઘણો તફાવત આવ્યો છે મારો આત્મવિશ્વાસ વધ્યો છે મારા વિચારો મારી સર્જન શકિતમાં ઘણો વધારો થયો છે. હુ લોકોને એટલું જ કહેવા માગ્યું કે મનથી હારી જવાના બદલે મનોબળથી પોતાના સ્વપન ને પૂર્ણ કરવા તરફ ચાલવું જોઈએ આજે મારા બે પગ અને હાથ નથી એમ છતાં પણ મને હજુ દોડવું છે અને ખૂબ દોડતા રહેવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધરા પોતાની યુટુબ ચેનલ પર પોતાની રોજની ઘટના અને કઈ રીતે લાઈફ મેનેજ કરે છે તે અંગેની સ્ટોરી મુકીને અન્ય લોકો માટે પ્રેરણા પો બની રહી છે. કપિલ શર્મા અને જાણીતા સિંગર સોનુ નિગમ પણ ધરા શાહની હિંમતથી પ્રભાવિત થયા હતા અને અમેરિકાની મુલાકાત દરમિયાન બંને સેલિબ્રિટી ધરાવે વ્યકિતગત રીતે મળ્યા હતા અને તેના જીવન જીવવાની ખુમારીને વિતાવી અન્ય લોકો માટે રાહબર બને તેવી શુભેચ્છા પાઠવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech