રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે ખ્રિસ્તી તહેવાર ઈસ્ટરના કારણે યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ યુદ્ધવિરામ શનિવારે સાંજથી શરૂ થઈને રવિવારે મધ્યરાત્રિ સુધી ચાલશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુતિને રશિયન ચીફ ઓફ સ્ટાફ વાલેરી ગેરાસિમોવ સાથે વાત કરતા કહ્યું કે આજ શનિવારે સાંજથી રવિવારે મધ્યરાત્રિ સુધી રશિયા ઈસ્ટર યુદ્ધવિરામની જાહેરાત કરે છે.
રશિયાએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે તાજેતરમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પેરિસ વિઝિટ દરમિયાન યુદ્ધ ખતમ કરવાને લઈને એક શાંતિ પ્રસ્તાવ કર્યો હતો. અમેરિકાનું કહેવું હતું કે આ પ્રસ્તાવની તમામ પક્ષોએ પ્રશંસા કરી છે.
તમને જણાવી દઈએ કે ઈસ્ટર ખ્રિસ્તીઓનો સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. ખ્રિસ્તી ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂલી પર લટકાવ્યાના ત્રીજા દિવસે ઈસુ ફરીથી જીવિત થઈ ગયા હતા. ખ્રિસ્તીઓ તેને ઈસ્ટર દિવસ અથવા ઈસ્ટર રવિવાર તરીકે ઉજવે છે. આ દિવસ ગુડ ફ્રાઈડેના બે દિવસ પછી આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોમાઇનગર-૧ માં ગેરકાયદે ત્રણ મકાનોનું ડિમોલીશન
May 17, 2025 01:43 PMબેડીના માછીમાર સામે પરમીટ ભંગ કર્યાની ફરીયાદ દાખલ
May 17, 2025 01:39 PMજામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધે જીવાદોરી ટુંકાવી
May 17, 2025 01:37 PMગોપ નજીક બિમારીથી કંટાળી વૃઘ્ધે ટ્રેન હેઠળ પડતુ મુકયુ
May 17, 2025 01:36 PMલાખાબાવળમાં ગૌચરની જમીન પચાવી પાડતા ૩ સામે લેન્ડગ્રેબીંગ
May 17, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech