વોન્ટેડ બુટલેગર પણ રાજકોટ પોલીસને નથી મળતા? એસએમસીએ પકડીને સોંપ્યો

  • March 28, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં સમયાંતરે ઝાટકીને એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દારૂ, જુગારની રેઈડ કરીને શહેર પોલીસનું નાક ખેંચી જાય છે. કદાચ સિટી પોલીસનું એસએમસી સામે નેટવર્ક નબળુ પડતું હશે પણ હવે તો વોન્ટેડ શખસો પણ સિટી પોલીસે હાથ નથી લાગતા અને એસએમસી પકડીને સોંપે છે. રાજકોટમાં જ થોરાળા પોલીસ મથકે દારૂના ગુનામાં ઓનપેપર વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધવલને એસએમસીએ ઝડપી લીધો હતો અને ગુનાના કામે થોરાળા પોલીસને સોંપીને આડકતરી રીતે થોરાળા પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ, પેરોલ ફર્લેા સ્કવોડ, એસઓજી સહિતની એજન્સીનો કાન પણ ખેંચ્યો ગણાય.

થોરાળા વિસ્તારમાંથી બે માસ પૂર્વે વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો જેમાં લિસ્ટેડ બુટલેગર થોરાળા વિસ્તારમાં મયુરનગરમાં રહેતા ધવલ ઉર્ફે દવલો ધીરેનભાઈ પુજારાનું નામ ખુલ્યું હતું. નામ ખુલ્યાના સમય અરસાથી ધવલ રાજકોટ શહેર પોલીસના ચોપડે વોન્ટેડ હતો, બે દિવસ પહેલા તા.૨૬ના રોજ એસએમસીની ટીમના પીએસઆઈ એસ.આર.શર્મા તથા તેમની ટીમે વોન્ટેડ બુટલેગર ધવલને પકડી પાડયો હતો. ધવલ થોરાળા પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ હોવાથી કબજો થોરાળા પોલીસને સોંપ્યો હતો.
ફરાર આરોપી પકડવાની કામગીરી જે તે સંબંધિત પોલીસ મથક ઉપરાંત પેરોલ ફર્લેા સ્કવોડ અને ક્રાઈમ બ્રાંચ એસઓજી કે જે કોઈ પોલીસને ધ્યાન આવે તેની પણ બની રહે છે. એસએમસીએ પકડેલા આ લિસ્ટેડ બુટલેગર કોઈ નવો તો છે નહીં કે કોઈ પોલીસ ઓળખતી ન હોય? એસએમસીએ બુટલેગરને પકડીને ક્રાઈમ બ્રાંચ, પેરોલ ફર્લેા સ્કવોડ તથા એસઓજીને પણ નેટવર્ક નબળું હોવાની કે ધ્યાનમાં ન પડયો? આડકતરી રીતે લપડાક લગાવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application