પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો પર સ્થાનિક શેરબજારે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 344.09 પોઈન્ટ વધીને 76,483.06 પર પહોંચ્યો. પરંતુ, આ ઉછાળો લાંબો સમય ટકી શક્યો નહીં અને સવારે 11:10 વાગ્યે, સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 75627 પોઈન્ટ પર ટ્રેડ થવા લાગ્યો. બપોર સુધીમાં 699 પોઇન્ટના કડાકા બાદ 75449 પોઇન્ટ પર ટ્રેડ થયો હતો. જયારે નિફ્ટીમાં પણ 257 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 22774 પોઇન્ટ પર ટ્રેડ થયો હતો.
ગઈકાલે સેન્સેક્સ 32 પોઈન્ટના ઘટાડા સાથે 76,138 પર બંધ થયો. નિફ્ટી પણ 23,031 ના સ્તરે ઘટાડા સાથે બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં ઘટાડો અને 15 શેરોમાં વધારો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો અને 23 શેરોમાં વધારો જોવા મળ્યો.
આજે, સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરોમાં ઘટાડો અને 6 શેરોમાં વધારો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઉપર અને 8 નીચે છે. એનએસઈ સેક્ટોરલ ઇન્ડેક્સના ફામર્િ સેક્ટરમાં મહત્તમ 2.54 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કયર્િ છે. ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ અને ગેસ ખરીદશે, જેનાથી અમેરિકાની વેપાર ખાધ ઓછી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરસ્પર વેપાર અવરોધોને દૂર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને તેમની ટીમોને વાજબી અને લાભદાયી વેપાર સોદા પર કામ કરવા નિર્દેશ આપ્યો. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા-ભારત વેપારને વધુ મજબૂત બનાવવાનું વચન આપ્યું. આ અંતર્ગત, ’મિશન 500’ નામની એક પહેલ શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં કુલ વેપારને 500 બિલિયન ડોલર સુધી વધારવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત શેરબજારમાં જોશ લાવવામાં નિષ્ફળ ગઈ હતી. આજે સતત આઠમા દિવસે શેરબજાર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા અને થોડા સમય પછી લાલ નિશાનમાં વેપાર શરૂ કર્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ની ’ટિટ ફોર ટાટ’ નીતિ હેઠળ પારસ્પરિક ટેરિફની જાહેરાતને કારણે રોકાણકારો ડરી ગયા છે. પારસ્પરિક ટેરિફનો સીધો અર્થ એ છે કે અમેરિકા હવે તે જ દરે ટેક્સ લાદશે જે દરે અન્ય દેશો અમેરિકન ઉત્પાદનો પર ડ્યુટી લાદે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech