લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ટિકિટના પ્રબળ દાવેદાર તરીકે એક તબક્કે કોળી સમાજના નેતા વિક્રમ સોરાણીનું નામ બોલાઇ રહ્યું હતું. આ બાબતે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું હતું કે જો વિક્રમ સોરાણીને ટિકિટ આપી હોત તો રાજકોટની બેઠક પણ બિનહરીફ કરાવવાનો ભાજપના કેટલાક નેતાનો પ્લાન હતો અને કોંગ્રેસના અમુક નેતાઓ તેને સપોર્ટ કરી રહ્યા હતા.
વિક્રમ સોરાણી આગામી તારીખ 27 ના રોજ ભાજપમાં ભળી રહ્યા હોવાની બહાર આવી રહેલી વાતના સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ નેતા અને રાજકોટના ડોક્ટર હેમાંગભાઈ વસાવડાએ જણાવ્યું છે કે વિક્રમ સોરાણીને ટિકિટ આપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ વશરામ સાગઠીયા અને લલિત કગથરા એ ભારે દબાણ કર્યું હતું. અમે તેનો વિરોધ કર્યો હતો અને વિક્રમ સોરાણી કોંગ્રેસના કમિટેડ નેતા નથી તેમ કહી તેને ટિકિટ નહીં આપવા માટે જણાવ્યું હતું, અમે જ્યારે આ રજૂઆત કરી ત્યારે અમારી સામે શિસ્ત ભંગના પગલાં લેવાની પણ માગણી કરવામાં આવી હતી. હવે જ્યારે વિક્રમ સોરાણી ભાજપમાં ભળવા જઈ રહ્યા છે ત્યારે અમારી વાત સાચી હોવાનો પુરાવો મળ્યો છે અને રાજકોટની બેઠકને ભાજપ્ની તરફેણમાં બિનહરિફ કરાવવાના પ્રયાસો સફળ રહ્યા નથી.
સુરતમાં નિલેશ કુંભાણીના નામની ભલામણ કરનાર પ્રદેશ નેતાઓ સામે પગલાં લેવા જોઈએ અને આવી જ રીતે રાજકોટ બેઠક માટે વિક્રમ સોરાણીના નામની ભલામણ કરનારાઓ સામે પણ કોંગ્રેસે પગલાં લેવા જોઈએ તેવી વ્યાપક માંગણી કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ઊઠી રહી છે. કોંગ્રેસના એક આગેવાને જણાવ્યું હતું કે તમામ પ્રકારના હાથકડા અજમાવી ઉમેદવારોને બિનહરીફ કરવાની ભાજપ્ની આ નીતિ રાજકોટ થી શરૂ થઈ હતી. 2016 માં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરપદેથી નીતિન રામાણીએ રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારે ખાલી પડેલી વોર્ડ નંબર 13 ની એક બેઠકની પેટા ચૂંટણી આવી હતી. આ ચૂંટણીમાં ભાજપ્ની ટિકિટ પરથી નીતિન રામાણી ઉભા હતા અને કોંગ્રેસે જેને ટિકિટ આપી હતી તેણે આ કિસ્સામાં ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવારે ફોર્મ પાછું ખેચયુ હતું. છેલ્લી ઘડી સુધી સુતી રહેલી કોંગ્રેસે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે અપક્ષ ઉમેદવાર સંજયસિંહ વાઘેલાને ટેકો આપ્યો હતો પરંતુ આ ડેમેજ કંટ્રોલ થુકના સાંધા જેવુ સાબિત થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech