2024માં પણ શાહરૂખ કરશે ત્રિપલ ધમાકા

  • January 03, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહરૂખ ખાન માટે વીતેલું વર્ષ 2023 શાનદાર  હતું. તેમની ત્રણ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તમામ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ 2024માં પણ તેની 3 ફિલ્મોની જાહેરાત કરશે. પરંતુ આ ફિલ્મો આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા ઓછી છે. જો કે હાલ માં તો તે વેકેશન મનાવી રહ્યો છે.


ગયું વર્ષ શાહરૂખ ખાનના નામે હતું. તેની ત્રણ ફિલ્મો 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' રીલિઝ થઈ હતી. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે ફેન્સ જાણવા ઉત્સુક છે કે 2024માં શાહરૂખ ખાન શું કરવા જઈ રહ્યો છે. હાલ તે આરામ કરી રહ્યો છે. ત્યારબાદ તે ત્રણ ફિલ્મોની જાહેરાત કરી શકે છે.

રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન આ મહિને એટલે કે જાન્યુઆરીમાં ફેમિલી વેકેશન પર જશે. ત્યાંથી પરત ફર્યા બાદ તે મહિનાના અંતમાં તેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરશે.


શાહરુખ ખાન હાલમાં તેની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. ગયા વર્ષે જનતાએ જે પ્રેમ આપ્યો તેનાથી તે ખૂબ જ ખુશ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાન જાન્યુઆરીમાં જ તેની ત્રણ ફિલ્મોની જાહેરાત કરશે. આ પછી તે તેના પર કામ કરવાનું શરૂ કરશે. પરંતુ આમાંથી કોઈ પણ ફિલ્મ 2024માં રીલિઝ થાય તેવી શક્યતા ઓછી છે.


ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો શાહરૂખ ખાનના આગામી સ્ટેપને લઈને ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે શાહરૂખ આગળ શું કરવા જઈ રહ્યો છે. પરંતુ શાહરૂખ કોઈ પણ પ્રોજેક્ટ સાઈન કરવાની ઉતાવળમાં નથી. તેની પાસે કેટલીક સ્ક્રિપ્ટો છે. પરંતુ તે રજા પરથી પરત ફર્યા પછી તેને જોશે અને તેના પર પોતાનો અભિપ્રાય જણાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગળ શું કરવું તે આરામથી નક્કી કરશે.

.

શાહરુખ ખાનની એક ફિલ્મ ભવિષ્યમાં ફાઈનલ છે. તે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરશે. આમાં તેની સાથે સલમાન ખાન લીડ રોલમાં હશે. 'પઠાણ'ની રિલીઝ વખતે તેના પર ખૂબ જ ચર્ચા થઈ હતી, તેનું નામ 'ટાઈગર વર્સીસ પઠાણ' રાખવામાં આવ્યું હતું. એવા અહેવાલો છે કે તે 2025 ના અંત સુધીમાં રિલીઝ પણ થઈ શકે છે. આ સિવાય શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝની ફિલ્મ 'ભક્ષક'નું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આમાં ભૂમિ પેડનેકર લીડ રોલમાં હશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application