૯ સપ્ટેમ્બરે એરપોર્ટ બધં રહેશે તો પણ એરલાઇન્સનું ધડાધડ ટિકિટ બુકિંગ

  • August 22, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એરપોર્ટ પર એરલાઇન્સ કંપનીઓની જોહત્પકમી વધી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આગામી ૯ સપ્ટેમ્બરે એરપોર્ટ બધં રાખવાના ઓથોરિટીના નિર્ણય બાદ પણ પિયા કમાય લેવાની લહાઈમાં પેસેન્જર્સ ને ટિકિટ ઇસ્યુ કરવાનું ધડાધડ ચાલુ રાખતા છેવટે એરપોર્ટ ઓથોરિટી એરલાઇન્સ કંપનીઓની મનમાની સામે ઝુકવું પડું અને છેલ્લી ઘડીએ જાહેર કરવાનું નોટમ વહેલાસર જાહેર કરી દેવુ પડું.

આગામી તારીખ ૧૦ સપ્ટેમ્બર થી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ધમધમતું થઈ જવાનું છે તે પૂર્વે એરપોર્ટ ઓથોરિટી દ્રારા ટ્રાન્ઝિસ્ટ પ્લાન મુજબ કામગીરી ચાલી રહી છે. ધીમે ધીમે કામ પણ પૂર્ણ થવા તરફ છે. ત્યારે ટેકનિકલ નિયમો અનુસાર એટીસી વિભાગને નોટમ છેલ્લા દિવસોમાં જાહેર કરવાનું થતું હોય છે. ટ્રાન્ઝિસ્ટ પ્લાન મુજબ તારીખ આઠમી સપ્ટેમ્બરે રાજકોટ એરપોર્ટ પરથી ફલાઈટ ઓપરેશન માટેનો આખરી દિવસ હશે. તારીખ નવ સપ્ટેમ્બરે એરપોર્ટ સંપૂર્ણ રીતે બધં રાખવા માટે નો એરપોર્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો છે. આ મુજબ ના પ્લાનને દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્રારા પણ મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે ત્યારબાદ પણ નવમી તારીખે એરપોર્ટ સંપૂર્ણ રીતે બધં રહેવાનું છે અને એક પણ લાઈટ ઉડાન ભરવાની નથી તેમ છતાં એર લાઇન્સ કંપનીઓ દ્રારા આ તકનો લાભ લેવાનું ચૂકવું ના હોય તેમ ૯ સપ્ટેમ્બર ની ટિકિટ બુક કરાવવાની સિસ્ટમ ચાલુ રાખી હોવાથી પેસેન્જરો દ્રારા તહેવારોની સિઝન ચાલુ હોવા ના લીધે લોકો ધડાધડ ટિકિટ બુક કરાવી રહ્યા હતા.

આ બાબતને લઈને ટ્રાવેલ એજન્ટો સાથે ઓથોરિટી ની મીટીંગ પણ મળી ચૂકી હતી આ બાબતે અગાઉ ટ્રાવેલ એજન્ટ દ્રારા જન્માષ્ટ્રમીના તહેવારો દરમિયાન ફરવા જનાર પેસેન્જરો રિટર્ન આવી રહ્યા હોય ૯ તારીખે તેમની રિટર્ન  ટિકિટ બુક કરાવી હતી જે તે સમયે ૭૦૦ થી વધુ ટિકિટો ટ્રાવેલ એજન્ટને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. આ બાબતે ઓથોરિટી ને જાણ કરી હતી આથી એરપોર્ટ તત્રં દ્રારા સત્તાવાર ૯ તારીખે એરપોર્ટ બધં રહેશે તેવું જાહેર કયુ હતું.
તેમ છતાં એર કંપનીઓ દ્રારા તેમની વેબસાઈટ પરથી ૯ તારીખે લાઇટની ઉડાન બધં રહેશે તે બાબતે કોઈપણ નોંધ મૂકવામાં આવી હતી અને ટિકિટ બુકિંગ ચાલુ રાખતા છેવટે એરપોર્ટ ઓથોરિટી ને ચૂકવવું પડું હતું અને છેલ્લી ઘડીએ જાહેર કરવાનું નોટમ તાજેતરમાં આપવું પડું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક એરપોર્ટ હાલમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્યરત રહેતું હોવાથી સી સિરીઝ નું નોટમ મૂકવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ હોય તો આલ્ફા અથવા જી સિરીઝ નું નોટમ જાહેર કરવામાં આવતું હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application