વ્યાજખોરી વિદ્ધ રાયભરમાં ઝુંબેશ ચાલી રહી છે પોલીસ દ્રારા લોક દરબાર યોજાઇ રહ્યા છે. તેમછતાં વ્યાજખોરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ચામડતોડ વ્યાજ વસૂલી રહ્યા છે. જે વાતની પ્રતીતિ કરાવતો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. સામાકાંઠે ડી માર્ટ પાસે સાગર કોમ્પ્લેકસમાં રહેતા અને ચાંદી કામ કરનાર યુવાને મિત્ર પાસેથી મકાનના હા માટે પિયા ૭૦,૦૦૦ ની રકમ ૪૦ ટકાના દરે વ્યાજે લીધી હતી. આ ૭૦,૦૦૦ ના બદલામાં તેણે ૧.૦૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં આ શખસ પાસેથી વધુ પિયા ૩૫,૦૦૦ ની માંગણી કરી યુવાનનું એકટીવા પણ તેણે પડાવી લીધું હતું. જેથી આ અંગે યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અગાઉ થોરાળામાં મયુરનગર વિસ્તારમાં રહેતો અને હાલ ડી માર્ટ પાસે સાગર કોમ્પ્લેકસમાં ભાડાના મકાનમાં રહેતા ધાર્મિક અશોકભાઈ મોરણીયા (ઉ.વ ૨૭) નામના યુવાને થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મિત્ર એવા નયન વિનોદભાઈ ચૌહાણ(રહેમ મયુરનગર, રાજમોતી મીલ પાસે, રાજકોટ)નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છૂટક ચાંદીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
અગાઉ તે મયુરનગરમાં રહેતો હોય દરમિયાન તેને આજીડેમ ચોકડી પાસે શિવમ કોમ્પલેક્ષમાં લેટ લીધો હોય તેના હા ભરવામાં પૈસા ઘટતા હોવાથી જાન્યુઆરી ૨૦૨૪ માં મયુરનગરમાં જુના મકાન પાસે મિત્રને મળવા જતો હતો ત્યારે અન્ય મિત્ર વિનોદ ચૌહાણ મળ્યો હતો અને તેને વાત કરતા તેણે કહ્યું હતું કે, હત્પં તને ૭૦,૦૦૦ ની વ્યવસ્થા કરી આપીશ પણ તારે દર અઠવાડિયે ૭૦૦૦ આપવા પડશે. જેથી યુવાને હા કહેતા મયુરે તેને પિયા ૭૦,૦૦૦ રોકડા આપ્યા હતા. બાદમાં યુવાન દર અઠવાડિયે પિયા ૭૦૦૦ વ્યાજ પેટે ચૂકવતો હતો કટકે કટકે કરી .૨૪,૦૦૦ વ્યાજ પેટે આપ્યા હતા. બાદમાં યુવાન પાસે પૈસાની સગવડ થતાં મુદ્દલ પિયા ૭૦,૦૦૦ પણ ચૂકવી દીધી હતી.
આમ છતાં મયુર અવારનવાર યુવાન પાસે આવી કહેતો હતો કે તારે મને હજુ વ્યાજ પેટે .૩૫,૦૦૦ આપવા પડશે જેથી યુવાને કહ્યું હતું કે, મેં મૂળ મુદ્દલ અને વ્યાજ સમયસર આપી દીધું છે છતાં મારે હજુ શેના પિયા આપવાના છે? તેમ કહેતા નયન ઉશ્કેરાયો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાન પાસે રહેલ એકિટવા પણ તે બળજબરીપૂર્વક ઉઠાવી ગયો હતો.
ત્યારબાદ પણ નયન અવારનવાર વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી યુવાન પાસેથી પૈસા લઈ ગયો હતો. આમ યુવાને મુદ્દલ પિયા ૭૦,૦૦૦ અને વ્યાજના પિયા ૩૮,૦૦૦ સહિત કુલ પિયા ૧.૦૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં આ શખસ તેનું એકિટવા પણ પડાવી ગયો હતો અને હજુ પણ પઠાણી ઉઘરાણી કરતો હોય જેથી યુવાને આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે બળજબરીથી વાહન પડાવી લેવા અંગે તથા મનીલેન્ડ એકટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાના ગાંગડા ગામે હોટલમાં ચાલતી જુગાર ક્લબ દરોડા
November 15, 2024 10:05 AMપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech