72 કલાક પછી પણ સુરતના વરાછામાં વહી રહી છે કાદવની નદીઓ, તંત્રને હજુ નથી મળ્યું કારણ  

  • February 15, 2023 09:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં અચાનક કાદવનો જ્વાળામુખી ફાટતા હાલત કફોડી થઈ ગઈ છે.આજે 72 કલાક પછી પણ ફોલ્ટ મળ્યો નથી. આજે સવારે થોડા સમય માટે ટનલની કામગીરી શરૂ કરાતા ફરીથી જમીનમાંથી કાદવ નીકળવા લાગ્યો હતો. જેથી ટનલની કામગીરી બંધ કરવામાં આવી છે. આજે ફરી જમીનમાંથી કાદવ નીકળતા મેટ્રોના કર્મચારીઓ ફોલ્ટ શોધી રહ્યા છે. બીજી તરફ કાદવ કીચડના કારણે સ્થાનિકોના ઘરને મોટું નુકસાન થયું છે.  સાથે જ ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા અસરગ્રસ્તોની હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફોલ્ટ મળ્યા બાદ લોકોના મકાનોની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. 


વરાછાની વિઠ્ઠલનગર સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે ટનલ બોરિંગ મશીનથી ચાલી રહેલા ખોદકામ દરમિયાન જમીનમાંથી જ્વાળામુખીની જેમ મોટાપ્રમાણમાં કાદવ ફૂટી નીકળી ફેલાઈ ગયો હતો. 4 મકાનમાં વોશબેઝિન, લીવીંગ રૂમ, ડ્રેનેજ-પાણી સહિતની લાઇનમાંથી પ્રેશર સાથે કાદ‌વ નિકળ્યો હતો. જેમાં 2 મકાનનું ફ્લોરિંગ ઉંચકાઇ જતા મોટું નુકસાન થતાં શિફટીંગની નોબત આવી છે. આ ઘટનાથી અંદાજે 50થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. મેટ્રોના અધિકારીઓએ અસરગ્રસ્તોને શિફ્ટ કરી હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી. કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આવું તો જિંદગીમાં ક્યારેય નથી જોયું. બારણું ખોલતાંની સાથે જ કાદવની સુનામી આવી હોય એવા દૃશ્યો સર્જાયાં છે. એક ઘરમાંથી નીચેની લાદીઓ પણ ઉખાડી નાખી છે. એટલું પણ ઓછું હતું એમ પહેલા માળે પણ નળમાં કાદન નીકળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application