જસ્ટિન ટ્રુડો ફરી ભોંઠા પડા અમેરિકાએ પણ સાથ ન આપ્યો

  • October 07, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી વિવાદ ચાલુ છે. પરંતુ અમેરિકા બંને દેશો વચ્ચેના વિવાદને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાયડેનએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.આથી જસ્ટિન ટ્રુડોની આશા પર પાણી ફરી વળ્યું છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે ગડબડ કરી હતી. પરંતુ તેને તેના પશ્ચિમી સાથીઓનો અપેક્ષા મુજબનો ટેકો મળ્યો ન હતો. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ ટ્રુડો વૈશ્વિક મચં પર અલગ પડી ગયા છે. પરંતુ આ મામલે સૌથી વધુ મૌન તેમના પાડોશી તરફથી જોવા મળ્યું છે. કેનેડા–ભારત વિવાદમાં અમેરિકા અંતર જાળવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બિડેને હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.


બિડેન વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓએ આ અંગે નિવેદનો આપ્યા છે, પરંતુ તેઓએ કઠોર કંઈપણ કહેવાનું ટાળ્યું છે. તે સ્પષ્ટ્ર છે કે અમેરિકા આ સમગ્ર વિવાદથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા બિડેને જાહેરમાં ભારત વિશે વાત કરી હતી. પરંતુ આ નિંદા નહીં પરંતુ ભારતની પ્રશંસા હતી. તેમણે નવા આર્થિક કોરિડોરની સ્થાપનામાં મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી. આ સિવાય અમેરિકા ભારતના એ નિર્ણય પર પણ મૌન છે જેમાં તેણે કેનેડાને ૪૧ રાજદ્રારીઓને પાછા બોલાવવાનું કહ્યું છે.


બાયડેનનું મૌન સૂચક
જો બાયડેન ભારત સાથે સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. પોલિટિકોના રિપોર્ટ અનુસાર, અમેરિકા આ રીતે જ ચાલવા માંગે છે અને ભારત સાથે સહયોગની વાત કરી રહ્યું છે. તે પણ યારે ખબર છે કે કેનેડાએ અમેરિકાની ગુ માહિતીના આધારે ભારત પર આક્ષેપો કર્યા છે. વિલ્સન સેન્ટરના કેનેડા ઇન્સ્િટટૂટના ડિરેકટર ક્રિસ્ટોફર સેન્ડસે જણાવ્યું હતું કે અમેરિકા આ મુદ્દે ભારતને ગુમાવવા માગતું નથી. અમેરિકાનું આ વર્તન પશ્ચિમે બનાવેલા ધોરણોથી અલગ છે.


કેનેડાએ પુરાવા આપ્યા નથી
જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે તેમની પાસે ભારત વિદ્ધ પુરાવા છે. પરંતુ તે એક પણ પુરાવો આપી શકયો નથી. બાયડેન વહીવટીતત્રં સતત કહે છે કે તે ઇચ્છે છે કે બંને દેશો આ મામલાને પોતાની વચ્ચે સંભાળે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્ર્રીય સુરક્ષા પરિષદના સંયોજક જોન કિર્બીએ કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે બંને દેશો એકબીજા સાથે સંબંધો અંગે વાત કરે.' ગયા અઠવાડિયે અમેરિકા ગયેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે અમેરિકાના એનએસએ જેક સુલિવાન અને તેમના સમકક્ષ એન્ટની બ્લિંકન સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો.


ભારત સાથેના સંબંધો બગડવાનો ડર
સેન્ડસે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટસ અત્યારે સાવચેત છે કારણ કે તેને આશા છે કે જો કેનેડા આ મુદ્દે બોલશે તો જોડાણમાં મોટા વિભાજનને ટાળી શકશે. કેનેડા તેના શુલ્ક વધારશે, પરંતુ અમે તે વધારો ન જોવાનું પસદં કરીશું, તેમણે કહ્યું. અમે સહકારનો માર્ગ શોધવા માંગીએ છીએ. યુએસ પ્રશાસનને આશંકા છે કે ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ તેના સંબંધોને અસર કરી શકે છે.જે પ્રમુખ બાયડેન બિલકુલ ઈચ્છતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application