પાણી આપણા જીવન માટે કેટલું મહત્વનું છે તે કહેવાની જર નથી. પૃથ્વીનો ત્રણ ચતુથાશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે, પરંતુ તે પીવા માટે યોગ્ય નથી. વિશ્વના તમામ પાણીમાંથી, માત્ર ૩% મીઠું પાણી છે. માણસો અને પ્રાણીઓ પીવા માટે આ શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે. પરંતુ આ તાજું મીઠું પાણી પૃથ્વી પર કયારે આવ્યું? અત્યાર સુધી વૈજ્ઞાનિકો માનતા હતા કે પૃથ્વી પર તાજા પાણીની ઉત્પત્તિ લગભગ ૩.૫ અબજ વર્ષ પહેલા થઈ હતી. જો કે, નવા સંશોધનમાં એવા પુરાવા મળ્યા છે કે પૃથ્વી પર તાજા પાણીનું આગમન લગભગ ૪ અબજ વર્ષ પહેલાં થયું હતું, જે આપણે વિચાયુ હતું તેના કરતાં લગભગ ૫૦૦ મિલિયન વર્ષ વહેલું છે.
આ અભ્યાસ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની કર્ટિન યુનિવર્સિટીના ભૂસ્તરશાક્રીઓ દ્રારા કરવામાં આવ્યો છે. તેમના સંશોધનના પરિણામો નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયા છે. વૈજ્ઞાનિકોએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જેક હિલ્સમાં હાજર પ્રાચીન સ્ફટિકોની તપાસ કરી. અહીં હાજર ખડકો ૪.૪ અબજ વર્ષ પહેલાં રચાયા હતા. આ પૃથ્વી પરની સૌથી જૂની પાર્થિવ સામગ્રી છે કારણ કે આપણી પૃથ્વી પોતે ૪.૫૪૩ અબજ વર્ષ જૂની છે.
અધ્યયનના મુખ્ય લેખક, હેમદ ગમાલેડિયનએ કહ્યું, અમે હાઇડ્રોલોજિકલ સાયકલની ઉત્પત્તિની તારીખ શોધી શકયા છીએ. આ એક સતત પ્રક્રિયા છે જેમાં પાણી પૃથ્વીની આસપાસ ફરે છે, તે આપણા ગ્રહ પરના જીવન માટે જરી છે.વિજ્ઞાન અનુસાર, આપણા સૌરમંડળની રચના લગભગ ૫ અબજ વર્ષ પહેલા શ થઈ હતી. તે સમયે ઘણા એસ્ટરોઇડ અને ઉલ્કાઓ પૃથ્વી સાથે અથડાઈ હતી જે આકાર લઈ રહી હતી. તેઓ તેમની સાથે બરફના પમાં પૃથ્વી પર પાણી લાવ્યા. ગેમેલેલ્ડિયનના જણાવ્યા અનુસાર, ઝિર્કેાન ખનિજના સ્ફટિકોમાં હાજર ઓકિસજન આઇસોટોપ્સની તપાસ કરીને, અમને જાણવા મળ્યું કે ૪ અબજ વર્ષ પહેલાં અસામાન્ય રીતે હળવા આઇસોટોપિક હસ્તાક્ષર હાજર હતા. આવા હળવા ઓકિસજન આઇસોટોપ સામાન્ય રીતે ગરમ, તાજા પાણીને કારણે બને છે.
અભ્યાસ અનુસાર, પૃથ્વીની અંદર આટલા ઐંડા તાજા પાણીના પુરાવા હાલના સિદ્ધાંતને પડકારે છે કે પૃથ્વી ૪ અબજ વર્ષ પહેલાં મહાસાગરોથી સંપૂર્ણપણે ઢંકાયેલી હતી. નવા સંશોધનના પરિણામો પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ વિશેની આપણી સમજણ પર પણ પ્રશ્નો ઉભા કરે છે. તે તાજા પાણીને કારણે હતું કે પૃથ્વીની રચનાના માત્ર ૬૦૦ મિલિયન વર્ષેામાં જીવનની ઉત્પત્તિ થઈ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech