બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા ૬૯ હજારથી વધુ શિક્ષકોને મૂલ્યાંકનની કામગીરીના ઓર્ડર

  • February 21, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષા લેવાય બાદ તુરત જ ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી શ કરવામાં આવશે અને સમયસર પરિણામ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે વિધાર્થીઓની હોલ ટિકિટની સાથે જ શિક્ષકોને પણ મૂલ્યાંકનની કામગીરીના આદેશ આપી દેવાયા છે રાયના ૪૫૮ મૂલ્યાંકન કેન્દ્રો પર ૬૯,૨૮૪ શિક્ષકો દ્રારા ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા શ થાય તે પહેલા જ બોર્ડ દ્રારા ઉત્તરવહી મૂલ્યાંકનને લઈને પણ કામગીરી શ કરી દીધી છે. જેમાં મૂલ્યાંકન કામગીરીમાં જોડાનારા શિક્ષકોના ઓર્ડર પણ ઈશ્યૂ કરાયા છે. આ વખતે બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે ૬૯ હજાર કરતા વધુ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક ઉચ્ચતર ગાંધીનગર શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ૨૭ ફેબ્રુઆરીથી પ્રારભં થવાનો છે અને આ પરીક્ષા ૧૭ માર્ચ સુધી ચાલશે. આમ, બોર્ડની પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને પરીક્ષા માટેની હોલટિકિટ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. આમ, પરીક્ષાને લગતી તૈયારીઓ પૂર્ણ કરાયા બાદ હવે શિક્ષણ બોર્ડ દ્રારા ઉત્તરવહી મૂલ્યાંકન માટેની કામગીરી શ કરી દીધી હોવાનું જાણવા મળે છે. જેમાં સૌપ્રથમ બોર્ડ દ્રારા વિધાર્થીઓની હોલટિકિટ સાથે જ શિક્ષકોના મૂલ્યાંકન માટેના ઓર્ડર મોકલી આપવામાં આવ્યા છે
ઉત્તરવહીની મૂલ્યાંનની કામગીરી માટે શિક્ષણ બોર્ડ દ્રારા સમગ્ર રાયમાં ૪૫૮ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર ૩૦ મુખ્ય વિષયો અને ૮૯ માઈનોર વિષય મળી કુલ ૧૧૯ વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાશે. આ માટે સમગ્ર રાયમાંથી ૬૯૨૮૪ શિક્ષકોને મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે.
 ધોરણ ૧૦ની પરીક્ષા માટે સમગ્ર રાયમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી છે. આ મૂલ્યાંકન કેન્દ્રો પર શિક્ષકો ૯ મુખ્ય વિષયો અને ૨૮ માઈનોર વિષયો મળી કુલ ૩૭ વિષયોની ઉત્તરવહીની ચકાસણી કરશે.ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૭૫ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરાયા છે. સામાન્ય પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાયના ૨૫૦૯૨ શિક્ષકોને ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. આ શિક્ષકો દ્રારા ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૧૫ મુખ્ય વિષય અને ૪૮ માઈનોર વિષય મળી કુલ ૬૩ વિષયોની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરશે. યારે ધો.૧૨ સાયન્સમાં ૬૯ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરાયા છે. યાં રાયના ૮૬૮૨ શિક્ષકો ૬ મુખ્ય વિષય અને ૧૩ માઈનોર વિષય મળી કુલ ૧૯ વિષયોની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. બોર્ડ દ્રારા વહેલા પરિણામ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના ભાગપે અત્યારથી જ મૂલ્યાંકન કેન્દ્ર સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. જેને જોતા પરીક્ષા શ થયાના થોડા દિવસો પછી જ મૂલ્યાંકનની કામગીરી પણ શ કરવામાં આવે તેવી શકયતા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application