આણંદમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી, ખંભાતમાં B1.5 નામનો પ્રથમ કેસ આવ્યો સામે

  • January 01, 2023 01:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ગુજરાતના આણંદ જિલ્લામાં કોરોનાના નવા વેરિયેન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. આણંદના ખંભાતમાં B1.5 નામનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કોરોનાનો આ વેરિયન્ટનો પ્રથમ કેસ આવતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે.


ચીન સહિતના દેશોમાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો છે. જેને લઈને અન્ય દેશમાં પણ ફફડાટ ફેલાયો છે. આવી સ્થિતી વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આણંદ જિલ્લાના ખંભાતમાં કોરોનાના B1.5 વેરિયન્ટનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. આમ કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે જિલ્લામાં કોરોનાનો પગ પેસરો થતા લોકોમા પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનો જિલ્લામાં પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બનીને કાર્યવાહી કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application