ગુજરાતમાં માવઠાની એન્ટ્રી: અડધોથી એક ઇંચ વરસાદ

  • December 02, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં માવઠું થશે તેવી આગાહી મુજબ ગઈકાલે સાંજથી માવઠાએ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં એક ઇંચ અને કડાણામાં અડધો ઇંચ પાણી પડ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાટમાં પણ અડધો ઇંચ વરસાદ થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે વડોદરા ભરુચ તાપી ડાંગ અને નર્મદા જિલ્લામાં અને આવતીકાલે પંચમહાલ વડોદરા અને ભરૂચ જિલ્લામાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ દ્વારકા અને ડીસામાં આજે સવારથી આકાશમાં લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. રાજકોટમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 સુરતમાં 96 વડોદરામાં 91 અમદાવાદમાં 80 દ્વારકામાં 67 અને ડીસામાં 81% નોંધાયું છે.


અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ દિશામાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, દરિયાની સપાટીથી 3.1 કીલોમીટરની ઊંચાઈ પરનુ આ સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થ મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાત કોસ્ટ વચ્ચે પથરાયેલું છે અને તેમાંથી એક ટ્રફ પણ પસાર થતું હોવાથી ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અત્યારે ગુજરાત ઉપરાંત મરાઠાવાડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જમ્મુ કશ્મીર પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આંધ્ર પ્રદેશ તમિલનાડુ પુડીચેરી અને ઓડિશામાં વાવાઝોડાની અસરના ભાગરૂપે વરસાદ ચાલુ છે.


બદલાયેલા વાતાવરણમાં બરફીલા પવનના કારણે ઠંડીનું જોર વધ્યું છે. જમ્મુ કશ્મીરમાં ભારે હીમ વષર્િ થઈ રહી છે અને મોગલમાર્ગ બંધ કરાયો છે. ઉત્તર દિશામાંથી ફુકાઈ રહેલા બરફીલા પવનના કારણે ઠંડીની વધુ અનુભૂતિ થાય છે સાથો સાથ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આજે પણ વડોદરા સુરત સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ધુમ્મસ જોવા મળ્યું હતું.


બર્ફીલા પવનથી ઠંડીમાં વધારો: ગિરનાર પર્વત ઉપર 15 ડિગ્રી
ભેજવાળા વાદળો, માવઠાનો માહોલ અને બરફીલા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. ગિરનાર પર્વત ઉપર આજે સવારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે જ્યારે નલિયામાં 15.6 ડિગ્રી આજનું તાપમાન રહ્યું છે. ભુજમાં 18.2 અમરેલીમાં 19 જૂનાગઢમાં 20 ભવનાથ તળેટીમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ જૂનાગઢમાં 80% અમરેલીમાં 70% રાજકોટમાં 83 સુરતમાં 96 વડોદરામાં 91 અમદાવાદમાં 80 ડીસામાં 81 અને દ્વારકામાં 67 ટકા રહ્યું છે પવનની ગતિ 8 થી 10 કિલોમીટર વચ્ચે રહેવા પામી છે. ઉત્તર ગુજરાતમાં મહીસાગર અને છોટા ઉદયપુર જિલ્લામાં માવઠું થયું છે અને આજે રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે વડોદરા ભરૂચ તાપી ડાંગ નર્મદા પંચમહાલ જિલ્લામાં વરસાદની શક્યતા છે વાતાવરણ પલટાતા ઠંડીનું જોર પણ વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application