ખેતીની જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ મંજુર કરી શકાય નહીં: રેવન્યુ ઓથોરીટી

  • December 21, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના નારણપર ગામના નંદુબેન મોહનભાઈ નંદાના ખાતે આવેલ ખેતીની જમીનનું શાંતીલાલ મોહનલાલ નંદા તથા શૈલેષ મોહનલાલ નંદાએ વીલ યાને વસીયતનામું રજુ કરી ઇ-ધરા કચેરીમાં વસીયત અંગેની નોંધ દાખલ કરવાતા જેમની સામે જયસુખભાઈ ગીરધારભાઇ નંદાએ નોંધ સામે વાંધા રજુ કરતા તકરારી કેસ દાખલ કરી કેસ ચલાવતા જેમાં વિવાદી જયસુખભાઈ નંદા તરફે વીલ શંકાસ્પદ હોય તેમજ વિવાદીઓ તેમજ અન્ય વારસદારોનો વારસાઈ હકક સમાવેલ હોય, વીલ બાબતે કોર્ટમાંથી પ્રોબેટ મેળવવામાં આવેલ નથી હિન્દુ વારસાધાર મુજબ આ નોંધ નામંજુર થવા પાત્ર છે જે કાયદાકીય રજુઆતોને તથા કેસની રેકર્ડ ઉપરની હકીકત ઘ્યાને લઈ દલીલ માન્ય રાખી પ્રાંત અધિકારી (ગ્રામ્ય) દ્વારા તારણો અને કારણ આપી વીલ યાને વસીયનામા અંગેની નોંધ નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં વિવાદી તરફે એડ્વોકેટ જય બી. અગ્રાવત રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application