ભારત સાથે દુશ્મની મુઈઝુને ભારે પડી સંસદમાં વિપક્ષોનો સંબોધનનો બહિષ્કાર

  • February 05, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માલદીવના ચીન તરફી રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈુ માટે ભારતનો વિરોધ અને ભારત સાથેની દુશ્મની મોંઘી સાબિત થઈ રહી છે. તેમને પોતાની જ સંસદમાં આ સ્ટેન્ડ પર સમર્થન નથી મળી રહ્યું,ભારત વિરોધી નીતિથી માલદીવનો વિપક્ષી દળ મુઈુથી નારાજ છે અને તેના પગલે સંસદમાં મુઈુના ભાષણ પહેલા બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટસ પાર્ટી આજે સંસદમાં રાષ્ટ્ર્રપતિના ભાષણનો બહિષ્કાર કરશે.


માલદીવના ચીન તરફી રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈુ માટે ભારતનો વિરોધ મોંઘો સાબિત થઈ રહ્યો છે. હવે સંસદમાં તેમના ભાષણ પહેલા માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગૃહમાં સૌથી વધુ બેઠકો ધરાવતી એમડીપી એ હજુ સુધી એવું કહ્યું નથી કે તે મુઈઝુના સંબોધનનો બહિષ્કાર કરવા જઈ રહી છે કે કેમ ? ડેમોક્રેટસે કહ્યું છે કે, તેઓ ત્રણ મંત્રીઓની નિમણૂકને લઈને રાષ્ટ્ર્રપતિના સંબોધનમાં ભાગ લેશે નહીં. વિપક્ષી દળોએ ત્રણ મંત્રીઓની નિમણૂકનો વિરોધ કર્યેા હતો. આમ છતાં સરકારે ત્રણ સભ્યોને ફરી મંત્રી બનાવ્યા.


મીડિયા રિપોટર્સ અનુસાર વર્ષના પ્રથમ સત્ર પહેલા સંસદમાં રાષ્ટ્ર્રપતિનું ભાષણ થવાનું છે. આ ભાષણમાં તેઓ દેશના વિકાસ કાર્યેા અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવશે. મુઈુ ચીનના કટ્ટર સમર્થક છે. સાથે જ વિરોધ પક્ષોને પણ આ પસદં નથી. બંને મુખ્ય વિપક્ષી દળોએ પહેલા જ કહ્યું હતું કે, ભારત માલદીવનું લાંબા સમયથી સાથી છે અને આગળ પણ રહેશે. મુઈુને તેના ભારત વિરોધી વલણ માટે બંને પક્ષોમાં ઘેરી લેવામાં આવ્યા હતા.


વિપક્ષી દળોએ તેમના સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે, એમડીપી અને ડેમોક્રેટસ બંને માને છે કે આપણે આપણા લાંબા સમયના સહયોગીઓ સાથે સંબંધો બગાડવા જોઈએ નહીં. માલદીવના લોકોની સુખાકારી માટે તે દેશોને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે અમારા વિકાસ ભાગીદાર છે. દેશની દરેક સરકારે તેમની સાથે સારા સંબંધો રાખવા જોઈએ. માલદીવ પરંપરાગત રીતે આવું જ કરે છે. હિંદ મહાસાગરમાં સ્થિરતા હશે તો માલદીવમાં પણ સ્થિરતા આવશે અને વિકાસ શકય બનશે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ માલદીવ સરકારે ચીનના જહાજોને તેના બંદર પર આવવાની પરવાનગી આપી છે. મુઈુના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. હવે માલદીવના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, ભારતીય સેનાના જવાનોને ૧૦ મે સુધીમાં પરત મોકલી દેવામાં આવશે. પ્રથમ ટુકડી ૧૦ માર્ચે જ પરત ફરશે. દિલ્હીમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ અંગે સહમતિ બની હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application