રેસકોર્ષ ગાર્ડનમાં મળી આવી દારૂની ખાલી બોટલો

  • February 28, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી, રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુકત યાદી જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. બુટલેગરોના દારૂ ના ટ્રકોનું પાયલોટિંગ રાજકોટ શહેર પોલીસ કરતી હોવાનું ભૂતકાળમાં ખુલ્યું છે બુટલેગરો અને પોલીસો વચ્ચે સાંઠ ગાંઠ હોવાને પગલે શહેરના સીમાડાઓ અને શહેરમાં દારૂ ની રેલમછેલની ઘટનાઓ સતત બનતી રહે છે.
તાજેતરમાં રાજકોટના હાર્દ સમાન અને પોશ વિસ્તાર રેસકોર્સના માધવ સિંધિયા તરફ જતા બગીચામાં દારૂ ની ખાલી બોટલો ના ઢગલાઓ જોવા મળ્યા હતા. બાજુમાં મહિલા ગાર્ડન હોય આથી મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આજે ચાર બોટલો છે. રોજ એક બોટલ બગીચામાં વધી રહી છે. આ બગીચામાં રાત્રે મહેફિલો જામતી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. માધાપર એસ.ટી બસ સ્ટેશનની અંદર પણ દારૂની ખાલી કોથળીઓ મળી હોવાની આવી હતી તેમ છતાં પોલીસ દ્રારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. આમ તો દારૂની ખાલી બોટલો કે દારૂની ખાલી બેગ કોઈની હદ માં જોવા મળે તો છે તે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતો હોય છે ત્યારે બગીચામાં પડેલી ખાલી બોટલો અંગે પોલીસ આજુબાજુના સીસી ફટેજ મેળવી દાડિયા અને લુખ્ખાઓ સામે ગુનો નોંધે એવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application