ગોંડલના ભુણાવા ગામે આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં અહીં ગામમાં જ રહેતા શખસે ધસી આવી કામ કરનાર યુવાનો પર પાઇપ વડે હુમલો કર્યો હતો.બાદમાં અહીં પડેલા વાહનમાં તોડફોડ કરી હતી.આ હુમલામાં બે યુવાનને સામાન્ય ઇજા પહોંચી હતી જયારે એકનો હાથ ભાંગી ગયો હતો.જે અંગે યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મૂળ એમ.પીના જાંબુઆ પંથકના વતની અને હાલ ગોંડલા ભોજપરામાં રહેતા અર્જુનભાઇ તાનસીંગ મેડા(ઉ.વ ૨૦) નામના યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભુણાવા ગામે વિજયસિંહ બચુભા જાડેજાના શીવ ડ્રીંક વોટર નામના પ્લાન્ટમાં કામ કરે છે.ગઇકાલે તે તથા અહીં કામ કરનાર ભયુલભાઇ પરમાર તથા મારાજ કામ કરી બપોરના જમીન બેઠા હતાં.તેવામાં ભુણાવા ગામે રહેતો ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ધસી આવ્યો હતો.
ભુપીએ અહીં પાઇપ લઇને આવ્યો હોય અને વગર વાંકે ત્રણેયને ગાળો દેવા લાગ્યો હતો.જેથી યુવાને કહ્યું હતું કે અમને કેમ ગાળો આપો છે? જે સાંભળી તે વધુ ઉશ્કેરાયો હતો અને પાઇપનો ઘા મારવા જતા ભયુલભાઇ ભાગી જતા તે બચી ગયા હતા બાદમાં યુવાનને પાઇપના ઘા ફટકારી દીધા હતાં.ડરના લીધે યુવાન પણ અહીંથી ભાગી સંતાઇ ગયો હતો.બાદમાં મારાજ સાથે મારકૂટ કરી હતી.અહીંથી પણ ન અટકતા આ શખસે પ્લાન્ટ પડેલી ટાટા ૪૦૭ વાહનમાં પાઇપના ઘા ફટકારી તોડફોડ કરી હતી.બાદમાં યવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને હાથમાં ફ્રેકચર થઇ ગયાનું માલુમ પડયું હતું.બાદમાં તેણે આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી ભૂપીના કબજા માંથી 56 બોટલ દારૂ મળ્યો
ભણવામાં રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપીએ ફિલ્ટર પ્લાન્ટમાં તોડફોડ કરી હોય જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન પ્રોબેશનલ આઈપીએસ ડો.નવીન ચક્રવતી અને સ્ટાફે તપાસ હાથ ધરી આરોપી ભુપેન્દ્રસિંહ ઝડપી લીધો હતો. બાદમાં તેના ઘરે તપાસ કરતા અહીંથી રૂપિયા 60,800 ની કિંમતનો 56 બોટલ દારૂનો જથ્થો મળી આવતા આ અંગે આરોપી સામે અલગથી ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશમાં પહેલીવાર, રાજસ્થાનની જમીનમાંથી પોટેશિયમનો ખજાનો નીકળ્યો, જાણો પોટાશનો ઉપયોગ શેમાં થાય છે
March 22, 2025 05:59 PMનાગપુર હિંસામાં પહેલું મોત, ઈજાગ્રસ્ત ઇરફાન અંસારીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો
March 22, 2025 05:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech