કેશોદના શેરગઢ ગામેથી લોકપ્રિય શિક્ષકની બદલી થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા

  • September 25, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમ શાળા ખાતે છેલ્લ ાં ચૌદ વર્ષથી ફરજ બજાવતાં આચાર્ય અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી પ્રાસલી મુકામે થતાં યોજાયેલ વિદાય સમારંભમાં ભાવુક ધ્શ્યો સર્જાયા હતા. વિધાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આસુની ધારા વહી જતાં હાજર સૌ કોઇની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા.
કેશોદના શેરગઢ ગામમાં કૃષ્ણનગર સીમશાળામા ચૌદ વર્ષ પહેલાં નિમણૂંક કરવામાં આવી ત્યારે આસપાસના વિસ્તારના નહિવત્ બાળકો શિક્ષણ મેળવવા આવતાં હોય તેઓએ વાડી વિસ્તારમાં રહેતા વાલીઓને સમજાવી બાળકોના ઉવળ ભવિષ્ય માટે શાળાએ અભ્યાસાર્થે મોકલી આપવા સમજાવી સરકારી ખર્ચે વાહનની વ્યવસ્થા કરી શાળાભ્યાસથી દુર રહેતાં બાળકોને શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા હતાં રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો માનવીને માનવતા શીખવે એ જ સાચી કેળવણી છે એ ઉકિતને અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીએ સાર્થક કરી હોય વિધાર્થીઓ વાસીઓના દિલમાં મુઠ્ઠી ઉચે સ્થાન મેળવ્યું હતું. શિક્ષક અમીતભાઈ વિધાર્થીઓ સાથે બેસી રમતા રમતા અને વિધાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિધાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા. જેના કારણે શિક્ષકની વિધાર્થીઓની સાથે ગ્રામજનોમાં પણ એટલીજ લોકપ્રિયતા વધી હતી, રાજય સરકારના શિક્ષક વિભાગ દ્રારા વાંરવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરતા હતા. સમયાતંરે શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાળા નાનકડાં છોડમાંથી મોટું વટવૃક્ષ બની ગયું ધોરણ એકથી આઠ સુધીના ૨૫૦થી વધારે વિધાર્થીઓ શેરગઢ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના અને વાડી વિસ્તારના વિધાર્થીઓએ શિક્ષણ મેળવી રહ્યાં છે. શિક્ષક અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી થતાં ગામના અગ્રણી આગેવાનો વાલીઓ સાથી શિક્ષકો અને વિધાર્થીઓ દ્રારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી હતી. જયારે વિદાયની વેળા આવી તો ગામના લોકો અને વિધાર્થીઓએ પોતાના ઘરના સભ્યની વિદાય થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને વિધાર્થીઓ રીતસર રડી પડા હતા ગામ લોકો અને વિધાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ વળ્યા હતા. આમ શિક્ષક અમીતભાઈ કાનજીભાઈ સંઘાણી ની બદલી થતા શેરગઢ ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News