ઈલોન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 33.5 બિલિયન ડોલર વધીને 270 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. સંભવત: વિશ્વના કોઈ અબજોપતિએ એક દિવસમાં આટલી કમાણી કરી નથી. ભારતીય રૂપિયામાં આ રકમ 2816577825000.00 રૂપિયાની બરાબર છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક અને બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ વચ્ચે હવે 61 અબજ ડોલરનું અંતર છે.
બુધવારે મસ્ક વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા અબજોપતિઓમાં નંબર વન હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, બુધવારે મસ્કની કુલ સંપત્તિમાં 33.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 41.2 અબજ ડોલરની કમાણી કરી છે. બુધવારની કમાણીમાં બનડિર્ર્ આર્નોલ્ટ બીજા સ્થાને છે. તેમની સંપત્તિમાં 4.49 બિલિયન ડોલરનો વધારો થયો છે. હવે તેની પાસે 181 બિલિયન ડોલરની નેટવર્થ છે.
ઈલોન મસ્કની કંપ્ની ટેસ્લાના શેર બુધવારે લગભગ 22 ટકાના ઉછાળા સાથે 260.48 ડોલર પર પહોંચી ગયા. મસ્કની સંપત્તિનો મોટો હિસ્સો, લગભગ 75 ટકા, ટેસ્લામાંથી આવે છે. મસ્ક ખાનગી સ્પેસ કંપ્ની સ્પેસએક્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને એઆઈ ફર્મ એક્સએઆઈની પણ માલિકી ધરાવે છે.
ટેસ્લાના કમાણીના અહેવાલ પછી વેબકાસ્ટ દ્વારા મસ્કે ટેસ્લાના વાહન વેચાણમાં 30 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો અને કહ્યું હતું કે સાયબરકેબએ તેનો પ્રથમ ત્રિમાસિક નફો જનરેટ કર્યો હતો. મસ્કે જણાવ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે ટેસ્લા સાયબરકેબ રોબોટેક્સી 2026 શરૂ કરશે, જેમાં વાર્ષિક 2-4 મિલિયન યુનિટ્સનું ઉત્પાદન કરવાની યોજના છે.
હાલમાં ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલની આજીવન કમાણી હાલમાં 32.6 બિલિયન ડોલર છે. ઈલોન મસ્કે એક જ દિવસમાં તેનાથી પણ વધુ સંપત્તિ મેળવી છે. બુધવારે મસ્કની સંપત્તિમાં 33.5 બિલિયન ડોલરનો વધારો થયો હતો. જે ભારતના ઘણા અબજોપતિઓની આજીવન કમાણી કરતાં વધુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMચૂંટણી પહેલા કેજરીવાલનો નવો અવતાર, કપાળ પર તિલક ,સફેદ લુંગી અને ગમચા સાથે જોવા મળ્યા
November 14, 2024 05:30 PMશ્રીનગરની મુસ્લિમ પબ્લિક સ્કૂલમાં ભીષણ આગ
November 14, 2024 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech