10 વર્ષમાં ચાર ગણુ વધ્યું ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરિંગનું ઉત્પાદન, 2024 સુધીમાં આટલું મોબાઈલ ફોનનું પ્રોડક્શન થશે

  • January 01, 2024 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર 2024માં 15 ટકા વધીને 115 અરબ ડોલર થઈ જશે. જ્યારે ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા મોબાઈલ ફોનનું ઉત્પાદન માર્ચ 2024 સુધીમાં 50 અરબ ડોલરને પાર થવાની ધારણા છે.


ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર 2024માં 15 ટકા વધીને 115 અરબ ડોલર થઈ જશે. ગત નાણાકીય વર્ષમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન લગભગ 42 અરબ ડોલર હતું. સરકાર દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ચાર ગણો વધીને રૂ. 8.22 લાખ કરોડ (102 અરબ ડોલર) થયું છે. નાણાકીય વર્ષ 2014માં આ આંકડો રૂ. 180454 કરોડ ($29.8 અરબ ડોલર) હતો.


ગત નાણાકીય વર્ષમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન લગભગ 42 અરબ ડોલર હતું. સરકાર દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ઘરેલુ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ચાર ગણો વધીને રૂ. 8.22 લાખ કરોડ (102 અરબ ડોલર) થઈ ગઈ છે.


મોબાઈલ ફોનની નિકાસ 15 અરબ ડોલર

નાણાકીય વર્ષ 2014માં આ આંકડો રૂ. 1,80,454 કરોડ ($29.8 અરબ ડોલર) હતો. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (CEA)ના પ્રમુખ પંકજ મોહિદ્રુએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં મોબાઈલ ફોનની નિકાસ 15 અરબ ડોલર (રૂ. 1.24 લાખ કરોડ)ને પાર કરી શકે છે, જે ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાથી વધુ છે. આઈસીઈએનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બરના સમયગાળા દરમિયાન મોબાઈલ ફોનનું વેચાણ 9 અરબ ડોલરને વટાવી ગયું છે. જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે 6.2 અરબ ડોલર હતું.


મોબાઈલ નિકાસ 15 અરબ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા

એપ્રિલથી નવેમ્બર દરમિયાન ઈલેક્ટ્રોનિક્સની નિકાસ પણ 28 ટકા વધીને રૂ. 1,46,584 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, 23.6 અરબ ડોલરની ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં મોબાઈલ ફોનનો હિસ્સો 11.1 અરબ ડોલર હતો. 


જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ નિકાસના અંદાજિત 26 અરબ ડોલરમાંથી મોબાઇલ ફોનની નિકાસ 15 અરબ ડોલર સુધી પહોંચવાની ઉમ્મીદ છે. આ વર્ષે મોબાઇલ ફોનની નિકાસ નાણાકીય વર્ષ 2023-24માં કુલ ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં લગભગ 58 ટકા હિસ્સો હોવાનો અંદાજ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં લગભગ 47 ટકા હતો. આ માહિતી ICEAએ જણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application