વિસાવદરના વેકરિયા ગામે બાયોકોલ પ્લાન્ટમાંથી ૮૦ લાખની વીજચોરી ઝડપાઈ

  • December 02, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસાવદર ગ્રામ્ય પંથકમાં વીજ ચોરીને ઝડપી લેવા પીજીવીસીએલ વિજિલન્સની ટીમ દ્રારા ચેકિંગ કરાયું હતું.વેકરીયા ગામે આવેલા બાયોકોલ પ્લાન્ટ કારખાનામાં તપાસ કરતા ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેકટ વીજ જોડાણ કરી વીજ વપરાશ બદલ પીજીવીસીએલ દ્રારા કારખાનેદારને અંદાજિત ૮૦ લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામ્ય પંથકમાં ડાયરેકટ  કનેકશન દ્રારા વીજ ચોરી થઈ રહી છે પાવર લોસના કારણે પીજીવીસીએલને લાખોની રકમનો ચૂનો લગાડવામાં આવી રહ્યો છે. જેથી વીજ ચોરી કરતા તત્વોને ઝડપી લેવા પીજીવીસીએલ દ્રારા  સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ શ કરી છે. વિસાવદર ના વેકરીયા ગામે પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્રારા  બાયો કોલ પ્લાન્ટના કારખાનામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન કારખાનેદાર દ્રારા કારખાના પાસે આવેલ ૨૦૦ કેવી ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેકટ વીજ જોડાણ મેળવી વીજ જોડાણ કરતા હોવાનું તપાસ ટીમને ધ્યાને આવ્યું હતું.
૯૦ વોટનું કનેકશન હતું.જેની સામે ટ્રાન્સફોર્મરમાંથી ડાયરેકટ જોડાણ દ્રારા ૭૯ કીલો વોટ જોડાયેલ જોવા મળ્યો હતો.કારખાનાના માલિકે ૫ મહિના પહેલા વીજ જોડાણ મેળવ્યું હતુ.ગેરકાનૂની રીતે ડાયરેકટ ટ્રાન્સફોર્મરમાંથી વીજ વપરાશ કરવા બદલ અંદાજિત .૮૦ લાખની વીજ ચોરી ઝડપાતા વીજ તત્રં દ્રારા દડં ફટકારી કાયદાકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. પીજીવીસીએલના સરપ્રાઈઝ ચેકિંગથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application