ઉર્જા વિકાસ નિગમના અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયન તેમજ પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા ૨૦૨૪- ૨૫ના નાણાંકીય વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છની ૧૨ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમ્યાન કુલ ૪,૭૪,૩૪૭ વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ ૬૩,૧૯૮ વીજ જોડાણોમાં અંદાજીત રકમ રૂ. ૨૭૧.૦૧ કરોડના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા હતા. સદરહુ વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો/બિનગ્રાહકો સામે વીજ કંપનીના પોલીસ સ્ટેશન દ્વારા વીજચોરીનો ગુનો દાખલ કરી વીજચોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
૧ કરોડથી ૨.૪૨ કરોડની પાવરચોરીના પાંચ કિસ્સા
૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાન પાવરચોરીનું રૂ.૧ કરોડથી વધુ રકમનું બિલ આપવામાં આવ્યું હોય તેવા ગ્રાહકોમાં (૧) ભચાઉ તાલુકાના માનફરા ગામના સિલિકા મેન્યુફેક્ચરિંગ યુનિટના વીજજોડાણમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલૂમ પડતાં રૂ. ૧.૬૫ કરોડનું બિલ (૨) ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઈલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડાં કરી વીજચોરી થયાનું માલૂમ પડતાં રૂ. ૧.૧૬ કરોડનું બિલ (૩) કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્ક્સ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને વીજચોરી થતી હોવાનું માલૂમ પડતાં રૂ. ૧.૧૫ કરોડનું બિલ (૪) ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલનું મીટર શંકાસ્પદ જણાતાં લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાતાં મીટર ધીમું ફરતું હોવાનું માલૂમ પડતાં રૂ. ૨.૪૧ કરોડનું બિલ તેમજ (૫) વાંકાનેર તાલુકાના લક્કડધાર ગામના ટાઈલ્સના યુનિટમાં મીટર ધીમું ફરતું હોવાનું માલૂમ પડતાં રૂ. ૨.૧૩ કરોડનું પૂરવણી બિલ આપવામાં આવ્યું હતું.
વીજ ચોરીની માહિતી આપનાર નાગરિકનું નામ ગુપ્ત રખાતું હોવાનો દાવો
જો કોઈ સ્થળે વીજચોરી થતી હોવાની જાણ થાય તો જાગૃત નાગરીકો આ માટેના ખાસ મોબાઈલ નંબર ૯૯૨૫૨ ૧૪૦૨૨ ઉપર પોતાની ફરિયાદ લખાવી શકે છે. એટલું જ નહિ પીજીવીસીએલની વેબસાઈટ www.pgvcl.com મારફતે પણ આ અંગેની ફરિયાદ મોકલી શકે છે. માહિતી આપનારનું નામ તેમજ અન્ય વિગતો તદ્દન ગુપ્ત રાખવામાં આવતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech