જૂનાગઢ, વિસાવદર પંથકના ૨૩ ગામોમાંથી ૧૨.૧૧ લાખની વીજ ચોરી ઝડપાઇ

  • August 07, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લામાં  વીજલોસ ડામવા અને  પાવર ચોરી થતી અટકાવવા   પીજીવીસીએલની ૩૨ ટિમો દ્વારા ભેસાણ ,વિસાવદર, બીલખા અને જૂનાગઢ પંથકના ૨૩ ગામોમાં ૩૪૧ કનેક્શનમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૭૭ સ્થળોએથી વીજ ચોરી ઝડપી ૧૨.૧૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 
​​​​​​​
જૂનાગઢ જિલ્લામાં પાવર ચોરી અટકાવવા ગઈકાલે પીજીવીસીએલના સુપ્રીડન્ટ પરમાર તથા કાર્યપાલક ઇજનેર માણાવદરિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા જૂનાગઢ, વિસાવદર ,બિલખા, ભેસાણ પંથક ના  ચણાકા , પાતાપુર , પ્લાસવા , પાદરીયા ઈટાળા , ઉમરાળા , નવા વાઘણીયા , મંડલીકપુર, બંધાળા, રફાળીયા , પીપળીયા તડકા , નવી ધારી ગુંદાળી જુની ધારી ગુંદાળી, ગળથ ,મોણીયા ખંભાળિયા, નવી ચાવંડ, રૂપાવટી , માંગનાથ પીપળી , નવા કોટડા , ઈશ્વરીયા, માંડાવડ, સવાણીયા સહિતના ૨૩ ગામોમાં ૩૨ ટીમો દ્વારા  એસઆરપી,  સ્થાનિક પોલીસની ટીમને સાથે રાખી ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં  ૩૪૧ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭૭ જોડાણોમાં વીજચોરી ઝડપી ૧૨.૧૧ લાખનો દંડ  ફટકારવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application