ત્રસ્ત પ્રજાએ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપ્યુ
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ભરડકી ફિડરમાં અવારનવાર અનિયમીત પાવર આવતો ત્યારે આજુ બાજુના બધા ગામોમાં દિવસ દરમીયાન વિજળી મળે છે. તો કલ્યાણપુર વિસ્તારમાં ભરડકી ફીડરમાં પણ દિવસે વિજળી આપવા અને વારમવાર વિજળી આવજા કરતી હોય. તો એ બાબતને ધ્યાને લઈ જેમને વ્યવસ્થિત મેન્ટેન કરી રેગ્યુલર કરવા તેમજ કલ્યાપુર ગામમાં જ્યોતિ સખપુર ફિડરમાં વારંમવાર વિજળી ચાલી જતી હોય એમાં પણ કાયમી ધોરણે વ્યવસ્થીત લાઈટ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા કલ્પાણપુર ગ્રામ પંચાયત દ્વારા ભાવેશભાઈ સોરઠીયા સહિતના આગેવાનોના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોએ જામજોધપુર પી. જી. વી. સી. એલ. ની કચેરીએ જઈ કાર્યપાલક ઈજનેરને આવેદન પત્ર પાઠવ્યુ હતું અને જો આ સમસ્યાનો નિકાલ નહી આવે તો ગ્રામજનો દ્વારા આવેદન પત્ર બાદ તંત્ર સામે આકરા પગલા ભરશે તેમ રજુઆત કરતા પત્રમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech