રાજકોટમાં ઇલે.સિટી બસના ડ્રાઇવરોની પગાર પ્રશ્ને હડતાલ; સવારથી સેવા ઠપ્પ

  • May 13, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ રાજકોટ રાજપથ લિમિટેડ દ્રારા સંચાલિત સિટી બસ સેવા અંતર્ગતની કુલ ૧૧૭ બસો પૈકીની ૬૫ ઇલેકિટ્રક બસોના ડ્રાઇવરોએ પગાર પ્રશ્ને આજે સવારે વીજળીક હડતાલ પાડતા સિટી બસ સેવા ઠપ્પ થઇ ગઇ હતી. તા.૧ના બદલે આજે તા.૧૩ સુધી પગાર નહીં થતા ડ્રાઇવરો વિફર્યા હતા અને સવારથી કામ ઉપર નહીં ચડતા સેંકડો મુસાફરો રઝળી પડા હતા. દરમિયાન આ અંગે આરઆરએલના જનરલ મેનેજર અલ્પના મિત્રાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ઇલેકિટ્રક બસ સેવાનું સંચાલન પીએમઆઇ ઇલેકટ્રો મોબિલિટી સોલ્યુશન્સ નામની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે અને તે એજન્સીએ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ બનાવી સ્થાનિકે પેટા એજન્સી નારાયણન સિટી બસ ઓપરેટર્સ પ્રા.લિ. નામની એજન્સીને કામ સોંપ્યુ છે. દરમિયાન આ એજન્સી અને ડ્રાઇવરો વચ્ચે પગાર મોડો થવા મામલેના વિવાદમાં આજે સવારે ડ્રાઇવરોએ વીજળીક હડતાલ પાડી હતી. અલબત્ત આ લખાય છે ત્યારે હડતાલ સમેટવા પ્રયાસો ચાલી રહ્યા છે. એજન્સી, ડ્રાઈવરો તેમજ મહાપાલિકાના પ્રતિનિધિઓ વાટાઘાટો કરી રહ્યા છે. ટૂંક સમયમાં હડતાલ સમેટાઇ જશે તેવી આશા છે. અલબત્ત હડતાલ બદલ એજન્સીને શો કોઝ નોટિસ ફટકારી પેનલ્ટી કરવા તજવીજ ચાલી રહી હોવાનું તેમણે ઉમેયુ હતું.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application