મોદી ૨.૦ સરકારનું છેલ્લું ચાર મહિનાનું બજેટ વોટ ઓન એકાઉન્ટ તરીકે સંસદમાં રજુ કરવામાં આવ્યું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્રારા આજે તેમના પ્રથમ વચગાળાના બજેટમાં દેશના ખેડૂતો, મધ્યમવર્ગ, મહિલાઓ અને યુવાનો માટે યોજનાઓનો પટારો ખોલી નાખવામાં આવ્યો હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર ૨૫ કરોડ લોકોને બહત્પઆયામી ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળ રહી છે. સરકાર સર્વસમાવેશક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના સશકિતકરણ પર ભાર મૂકે છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ ૪ કરોડ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને ૭૮ લાખ વિક્રેતાઓને મદદ કરવામાં આવી છે. ૩૪ લાખ કરોડ પિયા જન ધન દ્રારા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પીએમ મોદીએ ૨૦૧૪માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. અર્થતત્રં મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે તે માટે જનહિતમાં અનેક કાર્યક્રમો અને યોજનાઓ બનાવવામાં આવી હતી. સરકારનું ધ્યાન સર્વસમાવેશક વિકાસ પર છે અને તમામ વર્ગેા અને લોકો માટે સૌના વિકાસની વાત છે. ૨૦૪૭ સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવીશું. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દરેક ઘરમાં પાણી, બધાને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશકત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટ્રાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યેા છે. પરંપરા મુજબ, વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી અપન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૦૧૯ની જેમ જ સરકારે કલ્યાણકારી યોજનાઓ માટેની જાહેરાતો કરી હતી. વડાપ્રધાને સંસદનું બજેટ સત્ર શ થયું ત્યારે જણાવ્યું હતું તેમ બજેટ દિશાનિર્દેશક અને નારીશકિતને પ્રોત્સાહન આપનાર સાબિત થાય એવું છે. ૨૦૧૯ ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે ૫ લાખ પિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુકિત આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૧૨ કરોડ ખેડૂતોને ૬,૦૦૦ પિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે તેને વાળું આકર્ષક બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. આ વખતે વચગાળાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મતદારોને રીઝવવાના નવા ઉપાયો પર પણ કામ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદર 12 માંથી એક બાળક બની રહ્યું છે ઓનલાઈન જાતીય શોષણનો શિકાર
January 23, 2025 10:37 AM‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech